ખાસ-ખબર સંવાદદાતા
છેલ્લાં કેટલાંક દિવસથી ‘ખાસ-ખબર’માં ચાલેલાં આ સ્ટોરી અંગેનાં ટીઝરને કારણે ખાસ્સી ચર્ચા જાગી છે. કોણ છે આ કાકા? શું છે આ કિસ્સો? 35 વર્ષીય આ મહિલાએ ‘ખાસ-ખબર’ને કરેલી રજૂઆત અક્ષરશ: નીચે મુજબ છે.
હું હીના પટેલ અપરિણિત હોવાથી મારા ભાઈએ 18-9-22 રવિવારના રોજ ‘સંદેશ’ પેપરમાં લગ્નવિષયક જાહેરાત આપેલ. તેમાં મારો મોબાઈલ નંબર આપેલ. એ વાંચીને કિરણભાઈ વ્યાસએ મારો કોન્ટેક્ટ કર્યો હતો અને તેમના વિશે પરિચય આપેલો. તેમણે કહેલું કે તેમને બે દીકરા છે, એક પરિણીત છે અને એકનો સંબંધ કરવાનો છે પરંતુ મારે મારા વાઈફ સાથે કોઈ શારીરિક સંબંધ નથી. જો તમને મારી સાથે ઈચ્છા હોય તો હું લીગલી મૈત્રીકરાર તમારી સાથે કરવા માગું છું. તમારી ભવિષ્યની તમામ જવાબદારી મારી. મારી ગેરહાજરીમાં પણ હું તમને દુ:ખી નહીં થવા દઉં. હું તમારી સિક્યોરિટી બધી રાખવા તૈયાર છું, રાજકોટમાં જ પાત્ર હતું અને ધંધો બધું સારૂં હતું અને મારી જવાબદારી લેવા તૈયાર હતા એટલા માટે મેં હા પાડી.
અને અમે અવારનવાર મારી ઓફીસે તથા બગીચામાં તથા ગાડીમાં મળવા લાગ્યા અને એકબીજાની નજીક આવવા લાગ્યા. તેઓ મારી સાથે પ્રેમ-લાગણીથી અલક-મલક વાતો કરી મારો વિશ્ર્વાસ જીતી લીધો અને ધીમે ધીમે શારીરિક આગળ વધતાં ગયા.
બે વાર અમે ગાડીમાં મળ્યા હતા અને એકવાર 8-10-22ના રોજ 1-30ની આસપાસ મારી ઓફીસે આવેલ અને કહેલ કે હવે તો તારા ઉપર મારો અધિકાર છે, ચાલ મજા કરી લઈએ, એમ કહી મને રૂમમાં લઈ ગયેલ કે જ્યાં મારી સાથે શરીરસુખ માણ્યું હતું. પરંતુ હવે એમ કહે છે કે મારી સાથે તો સંબંધ રાખવાના જ અને તારે બીજા સાથે સંબંધ રાખી શકે છે અને હું તને સેક્સ ટોય આપીશ. આ તે કેવો પુરુષ કહેવાય કે લેડીઝને બીજા સાથે સંબંધો બાંધવાનું કહે. મેં કહેલ કે હું પ્રતિષ્ઠિત વ્યક્તિ છું. તમે આવું બોલો એમાં મારી સેફ્ટી અને સિક્યુરિટી તમે શું રાખી શકો? મારી સાથે વિશ્ર્વાસઘાત કર્યો તમે સંબંધ કરીને ફરી ગયા.
મને લાગે છે કે, મારી સાથે માત્ર શરીરસુખ માણવા ભયંકર દગો થયો છે. તો આ બાબતે ન્યાય અપાવવા વિનંતી.