ગરવા ગિરનારની લીલી પરિક્રમા પૂર્વે વહીવટી તંત્ર અને સાધુ સંતોની બેઠક
દત્ત કર્મકાંડ મંડળના ભૂદેવોએ તા. 1 નવેમ્બર શનિવાર રાત્રીના શરુ કરવા માંગ
- Advertisement -
પરિક્રમાર્થીઓની પ્રતિ વર્ષ નિયમ મુજબ કરતા વેહલાં આવી જવાથી શરુ કરી દેવામાં આવે છે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
ગિરનારની લીલી પરિક્રમાના સુચારૂ આયોજન માટે તંત્રના ઉચ્ચ અધિકારીઓ, સાધુ-સંતો, સંસ્થાઓ, આગેવાનોની બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિવિધ વિભાગને લગતા પ્રશ્ર્નો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. મુખ્યત્વે પરિક્રમા શરૂ કરવાની તારીખ મુદ્દે મોટી વિટંબણા ઉભી થઈ છે. વર્ષોથી પ્રમાણે તા. 1-11-2025થી શરૂ થાય છે. તૈત્રએ કેલેન્ડર પ્રમાણે પરિક્રમા સાથે જોડાયેલા વિદ્વાનોના મત મુજબ, પંચાંગ મુજબ તા.2-11-25થી પરિક્રમા શરૂ કરવા માટે સાધુઓનો મત લઈ નિર્ણય કરતા વિવાદ થાય તેમ છે. સાચી તારીખ માટે શંકરાચાર્યજીની દરમ્યાનગીરી મહત્વની બની રહેશે. તંત્રના નિર્ણય મુજબ જો પરિક્રમા થાય તો એક દિવસ ઓછો રહેશે.
દેવઉઠી એકાદશીથી શરૂ થતી લીલી પરિક્રમાની તારીખ નક્કી કરવા માટે તંત્રએ કેલેન્ડરનો ઉપયોગ કરી અગાઉ તા.2-11-25 જાહેર કરી દીધી હતી. ત્યારબાદ આ અંગે વિવાદ થયો કે પરિક્રમા તારીખ મુજબ નહી પરંતુ તિથી પ્રમાણે દેવઉઠી એકાદશીથી શરૂ થતી હોય છે. તંત્રએ કેલેન્ડર મુજબ અગાઉ તારીખ જાહેર કરી દીધી હોવાથી સુધારો કરવો એ તંત્રની ખામી ગણાય છે જેથી તેણે સાધુ-સંતોને પોતાના તરફે રાખી તા. રના રાત્રિના 12 વાગ્યે પરિક્રમાનો સત્તાવાર પ્રારંભ થશે તેવી જાહેરાત કરી દીધી હતી. જ્યારે ઉતારા મંડળના ભાવેશ વેકરીયાએ રજુઆત કરી હતી કે, તા.રના પરિક્રમા શરૂ થવાથી પરંપરાનો ભંગ થશે. પંચાંગ મુજબ કારતક સુદ અગિયારેશ (દેવઉઠી એકાદશી) તા.1-11-2025ના શનિવારે સવારે 9:11 મિનિટથી શરૂ થાય છે જે તા.2-11-2025ના રવિવારે 7:31 પુરી થાય છે. આ રજુઆત બાદ કલેક્ટરે જણાવ્યું હતું કે, પરિક્રમા ક્યારે શરૂ કરવી એ અમારો વિષય નથી, અમે માત્ર પરિક્રમાને લગતી સંભાળીએ છીએ. લોકોની આસ્થા સમાન પરિક્રમાની સાચી તારીખ નક્કી કરવા માટે હવે શંકરાચાર્યજીએ દરમ્યાનગીરી કરવી જરૂરી બની ગઈ છે. પરિક્રમા સાથે જોડાયેલા લોકો આ અંગે શંકરાચાર્યજીનું ધ્યાન દોરી સાચી તારીખ તેની પાસે જાહેર કરે તો આ વિવાદનો અંત આવે તેમ છે. પરિક્રમા દર વર્ષે પાંચ દિવસની હોય છે. દેવઉઠી અગિયારશથી શરૂ થાય છે અને દેવ દિવાળીએ પૂર્ણ થાય છે. આ વખતે જો તા. રના પરિક્રમા શરૂ થાય તો તા.પના પૂર્ણ થાય છે એટલે તંત્રના નિર્ણય મુજબ ચાલે તો પરિક્રમાનો એક દિવસ ઓછો થશે. જો પરંપરા મુજબ ચાલશે તો પાંચ દિવસ પરિક્રમા થશે.
- Advertisement -
ગિરનાર લીલી પરીક્માની તારીખને લઇને જૂનાગઢ દત કર્મકાંડ મંડળ દ્વારા જિલ્લા કલેકટર તેમજ મુખ્ય મંત્રીને સંબોધીને લેખિત રજૂઆત કરવામાં આવી છે કે, સનાતન સંસ્કૃતિની પરંપરા મુજબ ગિરનારી મહારાજની સેવાપૂજા અર્ચના કરી લીલી પરિક્રમા કરવામાં આવે છે. ત્યારે સંદેશ પ્રચક પંચાગ મુજબ વિક્રમ સંવત 2082ના કર્તક સુદ 11 તા.1/11/2025 શનિવારના રોજ સવારે 9:11થી શરૂ થાય છે. તો ભૂદેવોએ માંગ કરી છે કે, સનાતન પરંપરા મુજબ પરિક્રમાં 1 નવેમ્બર રાત્રીના 12 કલાકે શરૂ કરવા માંગ કરી છે.
ગિરનાર લીલી પરિક્રમા લાખો ભાવિકો માટે તંત્રની તૈયારી
ગિરનારની લીલી પરિક્રમામાં યાત્રિકોને યાત્રામાં કોઈ પણ ભાવિકોને મુશ્કેલી ન પડે તે પ્રકારનું આયોજન મુદ્દે કલેકટર અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતા બેઠક મળી હતી જેમાં સાધુ સંતો, જિલ્લા વહીવટી તંત્ર, સંસ્થાઓ, સ્વયંસેવકો, વેપારીઓ અને યાત્રાળુઓ- સૌના સહિયારા પ્રયાસથી પાવનકારી પરિક્રમામાં પ્રકૃતિનું જતન થાય અને પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી તેમજ યાત્રાળુઓ બહુ વહેલી યાત્રા શરુ ના કરે, સુનિશ્ચિત કરાયેલા રૂટનો જ ઉપયોગ થાય અને તા.2 નવેમ્બરથી જ પરિક્રમા શરુ કરવામાં આવે તે માટે સર્વેને અનુરોધ કરવામાં આવ્યો હતો.