રાજકોટના મેઘમાયાનગરમાં બેરોજગારીથી કંટાળી ભરેલું અંતિમ પગલું
માલવિયાનગર પોલીસે સ્યુસાઈડ નોટ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના રાજનગર ચોક નજીક મેઘમાયાનગરમાં રહેતા બેરોજગાર યુવકે ગ્રેજયુએશન પૂર્ણ કર્યા બાદ કયાંય નોકરી ન મળતા સ્યુસાઈડ નોટ લખી પોતાની જાતે ગળામાં કટર ફેરવી આત્મહત્યા કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે બનાવના પગલે દોડી ગયેલ પોલીસે સ્યુસાઈડ નોટ કબ્જે કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિ. માં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. રાજનગર ચોકના મેઘમાયાનગરમાં રહેતા રોહિત પ્રકાશભાઈ વોરા ઉ.23એ પોતાના ઘરે સમીસાંજે સ્યુસાઈડ નોટ લખી ગળામાં કટર ફેરવી દઈ આત્મહત્યા કરી લીધી હોવાની પરિવારને જાણ થતા દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થયા હતા તાકિદે 108ને જાણ કરતા ઈએમટી સહિતનાએ તપાસી યુવકેને મૃત જાહેર કરી માલવીયાનગર પોલીસને જાણ કરતા એએસઆઈ કેતન સેખલીયા સહિતનો સ્ટાફ દોડી જઈ સ્યુસાઈડ નોટ કબજે કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરતા મૃતક બે ભાઈમાં મોટો અને અપરિણીત હતો.ગ્રેજયુએશન પૂર્ણ કર્યા બાદ કયાંય નોકરી ન મળતા છેલ્લા ઘણા સમયથી નોકરી ન હોવાથી ગુમસુમ રહેતો હતો.ગઈકાલ સમીસાંજે રૂમમાં જઈ પગલું ભરી લીધું હાલ આ મામલે પોલીસે તપાસ યથાવત રાખી છે


