નાળિયેરીનાં રોપાં 40થી 60 અને આંબાની કલમ 40થી 110માં મળશે
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
રાજ્ય સરકારના સહયોગથી ખેડૂતોને તદ્દન નજીવા દરે ગુણવત્તાયુક્ત અને વૈજ્ઞાનિક ઢબે તૈયાર કરાયેલા આંબાની કલમ, નાળિયરીના રોપા સહિતના ફળ અને ફુલની કલમ- રોપા નદ્દન નજીવા દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ કલમો અને રોપાઓ ગીર સોમનાથ જિલ્લા સહિતના ખેડૂતો કોડીનાર અને ઉના નર્સરી ખાતેથી મેળવી શકશે.આ અંગે નાયબ બાગાયત નિયામક એ.એમ. દેત્રોજાએ જાણાવે છે કે, રાજ્ય સરકારના સહયોગથી આંબાની કલમ, નાળયેરીના રોપોના સહિતના છોડનુ તદ્દન નજીવા દરે વિતરણ તો કરવામાં આવે છે. આ સાથે જ મહત્વનુ છે કે, ખેડૂતોને ખાતરીબદ્ધ કલમ અને રોપા મળી રહે છે. નર્સરીમાં રોપા ઉછેરની કામગીરી વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવે છે. સાથે જ નર્સરીમાં પોતાનુ મધર બ્લોક હોય છે અને અહિંયાના સ્થાનિક વાતવરણ તૈયાર કરવામાં આવ્યું હોય છે. જેથી આ કલમ-રોપામાં રોગ જીવાત પ્રમાણ ખૂબ નિયંત્રિત જોવા મળે છે. જ્યારે ખેડૂતો કોઈ ખાનગી સ્થળેથી ખરીદી કરે તો નર્સરીના ભાવ કરતા અંદાજિત બેગણી કિંમત ચૂકવવીવ પડતી હોય છે સાથે ગુણવત્તાની કોઈ ખાતરી મળતી હોતી નથી.
આમ, ખેડૂતોને નર્સરીના માધ્યમથી ખાતરીબદ્ધ, ગુણવત્તાયુક્ત અને નજીવા દરે રોપ-કલમ વગેરે મળી રહે છે. જેની ઉત્પાદન પર ભવિષ્યમાં સકારાત્મક અસર પડતી હોય છે.કોડીનાર બાગાયત નર્સરીના મદદનીશ બાગાયત નિયામક જગદીશ રાઠોડ જણાવે છે કે, મુખ્યત આંબાની કલમ અને નાળીયરના રોપાનું નર્સરી દ્વારા નજીવા દરે વિતરણ કરવામાં આવનાર છે. નાળિયેરીની ત્રણ જાતમાં દેશી બોનાની રોપાની રૂપિયા 60 તેમજ દેશી નાળિયેર અને લોટણની રૂપિયા 40 વેંચાણ કિંમત નક્કી કરવામાં આવી છે . આંબાની કલમની બે જાતમાં ભેટ કલમના રૂપિયા 110 અને ખૂટા કલમના રૂપિયા 40 ચૂકવીને ખેડૂતો કલમની ખરીદી કરી શકશે.
આ ઉપરાંત અન્ય ફળ પાકોના અને સુશોભનના રોપાની દરેકના છોડ માટે માત્ર રૂપિયા 15 શુલ્ક નિર્ધારિત કરવામાં આવ્યો છે. નર્સરીમાં નાળિયેરી, આંબાની વિવિધ જાતો ઉપરાંત જામફળ, લીંબુ, પપૈયા, સીતાફળ, રામફળ જેવા અન્ય ફળના રોપ પણ તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત સુશોભનના રોપામાં કોટન, ફૂલો, સોપારી, ગ્રાસ, જેવી વિવિધ 12 જેટલી વેરાઈટી તૈયાર કરે છે.


