બે પોલીસે કોન્સ્ટેબલએ તરુણીને બચાવી લીધી
ખાસ-ખબર સંવાદદાતા
ઊનાના ખડા ગામની સરકારી પ્રાથમિક શાળાની સામે આવેલ જાહેર કુવાના કાંઠા પાસે 17 વર્ષની વર્ષા વાળા નામની તરુણી ઘરેથી પોતાના પરીવારના કપડા લઈ ધોવા માટે આવેલ અને દોરડા વડે વાસણ બાંધીને પાણી સીંચવા જતાં અકસ્માતે કુવામાં ખાબકી પડતાં આ દ્રશ્ય ત્યાં રમતા શાળાના બાળકોએ નજરે નિહાળી ઘુબાકાના અવાજ સાંભળી બુમાબુમ મચાવતા શાળાનાં શિક્ષકો દોડવા લાગ્યા હતા. આજ સમયે ત્યાંથી પેટ્રોલિંગમાં નિકળેલા નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ વિજયસિંહ ચૌહાણ તેમજ જોરૂભા મકવાણાએ બુમાબુમ સાંભળતા કંઈ પણ વિચાર કર્યા વગર પોતાની જીંદગી જોખમમાં મુકી વિજયસિંહ ચૌહાણ દોરડાની ટ્રેનિંગનાં અનુભવનો ઉપયોગ કરી માત્ર 50 જેટલી સેક્ધડમાં કુવામાં ઉતરી 35 ફુટ ઉંડા કુવામાં પાણીમાં ડુબી રહેલી યુવતીને 3 મીનટની ઘડીમાંજ દોરડાના સહારે બહાર કાઢી લીધી હતી.
અને ત્યાં શાળાના આચાર્યની પાસે રહેલી કારમાં લઈને તાત્કાલિક ઉના સરકારી હોસ્પિટલમાં સારવારમાં ખસેડીને વર્ષા મેઘાભાઈ વાળા ઉ.વ.17ની જીંદગી બચાવીને માનવતાની ફરજ નિભાવતા આ કર્તવ્ય અને નિડર પોલીસ મેનની બહાદુરીને સમગ્ર ગ્રામજનો શાળાના શિક્ષકો છાત્રોએ બિરદાવી હતી. પોલીસ કોન્સ્ટેબલ વિજયસિંહ ચૌહાણ દોરડાની ટ્રેનિંગ મેળવી હોય અને તેના અનુભવો જોગાનુ જોગ ખડા ગામેથી પસાર થયા ત્યારે બપોરના પોણા બે વાગ્યાના સમયે આ કુદરતી અકસ્માત સર્જાયો હતો. યુવતી પાણીમાં ડૂબે તે પહેલાંજ તેનો જીવ બચાવી લેવાયેલ હતી. ગભરાયેલી તરુણીને સમયસર તબીબ સારવાર મળી જતાં સંપૂર્ણ ભાનમાં આવી જતાં પરીવારજનો દ્વારા પોલીસ કોન્સ્ટેબલનો આભાર વ્યક્ત કર્યો હતો. આમ સાચા અર્થમાં પોલીસ પ્રજાનું દર્પણ હોવાનું લોકોને એહસાસ કરાવેલ છે.