રોકાણકારોના 5 લાખ કરોડ ધોવાઇ ગયા
ખાસ-ખબર સંવાદદાતા
યુક્રેન અને રશિયા વચ્ચેના તણાવના પગલે ભારતીય શેરબજારોમાં સપ્તાહના બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 1000 અંક ઘટ્યા પછી 9.31 કલાકે 937 અંક ઘટી 56745 પર કારોબાર કરી રહ્યો હતો. જ્યારે નિફ્ટી પણ 272 અંક ઘટી 16934 પર કારોબાર કરી રહ્યો હતો. ઘટાડાના પગેલ રોકાણકારોને પ્રથમ 5 મિનિટમાં જ 5 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
યુક્રેનના એક પ્રાંતને રશિયાએ આપેલી માન્યતા વચ્ચે યુદ્ધની આશંકા વધી છે. જેને પગલે પુરવઠો ઘટશે એવી ચિંતામાં ક્રૂડ ઓઇલના ભાવ 97 ડોલર પ્રતિ બેરલ થઈ ગયા છે. બીજી તરફ એશીયન શેરબજરોમાં કડાકો બોલી ગયો છે. જાપાનમાં નીક્કાઈ ઇન્ડેક્સ 600 પોઇન્ટ, હોંગકોંગમાં હેંગ સેંગ 727 પોઇન્ટ, દક્ષિણ કોરિયામાં કોસ્પી 60 પોઇન્ટ તૂટયા છે. યુક્રેન અને રશિયા વચ્ચે વધી રહેલા તણાવની અસર ભારત સહિતના વિશ્વબજારમાં જોવા મળી રહી છે. SGX નિફ્ટીના સંકેતો અનુસાર જ બેંચમાર્ક ઇન્ડાયસિસ 2 ટકાથી વધુના કડાકે ખુલ્યા છે. બીએસઇ સેન્સેકસ 1250 અંક નીચે 58430ના લેવલે અને નિફટી50 360 અંક નીચે 16845ના સ્તરે જોવા મળી રહ્યા છે.


