ઉદ્ધવ ઠાકરેએ બળવાખોર મંત્રીઓ સામે કડક કાર્યવાહી કરી છે. બળવાખોર મંત્રીઓનાં પોર્ટફોલિયો તેમની પાસેથી છીનવીને અન્ય ધારાસભ્યોને સોંપવામાં આવ્યા છે.
મહારાષ્ટ્ર સરકારનાં 9 બળવાખોર મંત્રીઓનાં પોર્ટફોલિયો બીજા મંત્રીઓને સોંપવામાં આવ્યા છે. ઉદ્ધવ ઠાકરેએ બળવાખોર મંત્રીઓ સામે કડક કાર્યવાહી કરી છે. બળવાખોર મંત્રીઓનાં પોર્ટફોલિયો તેમની પાસેથી છીનવીને અન્ય ધારાસભ્યોને સોંપવામાં આવ્યા છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે સરકારના કામને અસર ન થવી જોઈએ. કુલ મળીને 9 બળવાખોર મંત્રીઓના પોર્ટફોલિયો અન્ય મંત્રીઓને સોંપવામાં આવ્યા છે.
- Advertisement -
એકનાથ શિંદેનો વિભાગ સુભાષ દેસાઈને સોંપવામાં આવ્યો
ઉદ્ધવ ઠાકરેએ બળવાખોર મંત્રીઓ સામે કડક કાર્યવાહી કરી છે. તેમની પાસેથી મંત્રીઓ છીનવીને અન્ય ધારાસભ્યોને સોંપવામાં આવ્યા છે. જેમાં એકનાથ શિંદેનો વિભાગ સુભાષ દેસાઈને સોંપવામાં આવ્યો છે. ગુલાબ રાવ પાટીલનો પોર્ટફોલિયો અનિલવ પરબને આપવામાં આવ્યો છે.
શુ કહ્યું મુખ્યમંત્રી કાર્યાલયે ?
સીએમઓ વતી, એવું કહેવામાં આવ્યું છે કે, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મંત્રીઓના પોર્ટફોલિયોમાં ફેરબદલ કર્યો જેથી કરીને જાહેર હિતના મુદ્દાઓની ઉપેક્ષા અથવા અવગણના ન થાય.
- Advertisement -
નોંધનિય છે કે, ઉદ્ધવ જૂથ હજી પણ તે જ વાસ્તવિક બોસ છે તે બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ દાવાઓ સિવાય શિંદે જૂથ વધુ મજબૂત થઈ રહ્યું છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી તેમની અરજીમાં એકનાથ શિંદેએ લખ્યું છે કે, મહા વિકાસ અઘાડી (MVA) ગઠબંધન ગૃહમાં બહુમતી ગુમાવી ચૂક્યું છે કારણ કે, શિવસેના વિધાનમંડળ પક્ષના 38 સભ્યોએ તેમનો ટેકો પાછો ખેંચી લીધો હતો અને આ રીતે ગૃહમાં બહુમતી ઓછી થઈ ગઈ હતી.
Maharashtra CM Uddhav Thackeray reshuffles the departments of ministers so that the issues of public interest are not neglected or ignored: CMO
— ANI (@ANI) June 27, 2022
મહારાષ્ટ્રમાં કોને કોનો વિભાગ મળ્યો?
-સુભાષ દેસાઈને એકનાથ શિંદેનો વિભાગ
-શંકરરાવ ગડકને દાદા ભુસે અને સંદીપન ભુમરેનો વિભાગ
-બચ્ચુ કડુનો વિભાગ – અદિતિ તટકરે, સતેજ પાટીલ, સંજય બંસોડ અને દત્તાત્રેય ભરણે
-અનિલ પરબને ગુલાબ રાવ પાટીલનો વિભાગ
-ઉદય સામંતનો વિભાગ આદિત્ય ઠાકરેને
-શંભુરાજેનું વિભાગ (નાણા, આયોજન, કૌશલ્ય વિકાસ) વિશ્વજીત કદમને આપવામાં આવ્યું
-સંજય બંસોડને શંભુરાજે દેસાઈનો વિભાગ (ગૃહ અને ગ્રામીણ રાજ્ય મંત્રી)
-અબ્દુલ સત્તારનો પોર્ટફોલિયો પ્રાજક્ત તાનપુરે, સતેજ પાટીલ, અદિતિ તટકરેને આપવામાં આવ્યો
-રાજેન્દ્ર યેદ્રાવકરનું વિભાગ વિશ્વજીત કદમ, પ્રાજક્ત તાનપુર, સતેજ પાટીલ, અદિતિ તટકરેને આપવામાં આવ્યો


