શીખ સૈનિકોને ઉશ્કેરવાના પ્રયાસ, ઙઅઊંમાં કહ્યું હતું- જે ઙખ મોદીને તિરંગો ફરકાવતા રોકશે તને હું ₹11 કરોડ આપીશ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાષ્ટ્રીય તપાસ એજન્સી (ગઈંઅ) એ પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસ (જઋઉં) નો વડો ગુરપતવંત સિંહ પન્નુ અને અન્ય અજાણ્યા વ્યક્તિઓ સામે રાજદ્રોહનો વધુ એક કેસ કર્યો છે. એવો આરોપ છે કે અમેરિકામાં રહેતો આતંકવાદી પન્નુ ભારતની અખંડિતતા સામે શીખ સૈનિકોને ઉશ્કેરી રહ્યો છે. સૌથી ગંભીર વાત એ છે કે, તેણે 15 ઓગસ્ટના રોજ દિલ્હીના લાલ કિલ્લા પર ભારતના નરેન્દ્ર મોદીને તિરંગો ફરકાવતા રોકવા મામલે ₹11 કરોડ (1.1 અબજ રૂપિયા)નું ઇનામ આપવાની જાહેરાત પાકિસ્તાનમાં કરી હતી. તેણે આ હેતુ માટે ભારતીય સેનામાં સેવા આપતા શીખ સૈનિકોને આહ્વાન કર્યુ હતું.
ગઈંઅએ 19 ઓગસ્ટ, 2025ના રોજ આતંકવાદી સામે ઋઈંછ કરી હતી. ઋઈંછ મુજબ, પન્નુએ 10 ઓગસ્ટ, 2025 ના રોજ પાકિસ્તાનના લાહોર પ્રેસ ક્લબ ખાતે મીટ ધ પ્રેસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજ્યો હતો, જેમાં તેમણે વોશિંગ્ટન, યુએસએના પત્રકારો સાથે વર્ચ્યુઅલ રીતે જોડાયો હતો. આ પ્રેસ કોન્ફરન્સનો હેતુ ભારતમાં શાંતિ ડહોંળવાનો, શીખ સૈનિકોને ઉશ્કેરવાનો અને વડાપ્રધાનની સુરક્ષા સાથે ચેડા કરવાનો હતો.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, આતંકવાદી પન્નુએ માત્ર ભારતની સાર્વભૌમત્વને નકારી ન હતી પરંતુ ખાલિસ્તાનની તરફેણમાં ખુલ્લેઆમ પ્રચાર પણ કર્યો હતો. પન્નુએ જઋઉંનો નવો “દિલ્હી બનેગા ખાલિસ્તાન” લોકમત નકશો પણ જાહેર કર્યો હતો, જેમાં પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને દિલ્હીને કથિત ખાલિસ્તાનના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. આ કેસમાં, ગઈંઅ એ ભારતીય દંડ
સંહિતા (ઈંઙઈ) અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (ઞઅઙઅ)ની કલમો હેઠળ કેસ નોંધ્યો છે.