-રવિવારે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ જંગ
આઈસીસી અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપમાં ભારત સામેની બીજી ફાઈનાલિસ્ટ ટીમ ગુરુવારે મળી ગઈ હતી. 11મી ફેબ્રુઆરીએ ડિફેન્ડીંગ ચેમ્પીયન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ જંગ જામશે. ગુરુવારે બેનોઈ ખાતે રમાયેલી બીજી સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની પાકિસ્તાન સામે છેલ્લી ઓવરમાં એક વિકેટે રોમાંચક જીત થઈ હતી.
- Advertisement -
ઓસ્ટ્રેલિયાને અંતિમ ઓવરમાં જીત માટે ત્રણ રનની જરૂર હતી અને નવ વિકેટ ગુમાવી હતી. રાફ મેકમિલાને ઝીશાનની અંતિમ ઓવરના પ્રથમ બોલ પર જ બાઉન્ડ્રી ફટકારીને ટીમને જીત અપાવવાની સાથે ફાઈનલમાં પણ પ્રવેશ અપાવ્યો હતો. ઓસ્ટ્રેલિયન પેસર ટોમ સ્ટ્રેકરે છ વિકેટ ઝડપતા પાકિસ્તાનની ટીમ 48.5 ઓવરમાં 179માં ઓલઆઉટ થઈ ગઈ હતી.
જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 49.1 ઓવરમાં નવ વિકેટે 181 રન કર્યા હતા. ઓસી.ના મધ્ય હરોળના બેટસમેનોનો ધબડકો થતા ટીમ 164 રનમાં નવ વિકેટ ગુમાવી દીધી હતી. અંતિમ બે ઓવરમાં ઓસ્ટ્રેલિયાને જીત માટે છ રનની જરૂર હતી. 49મી ઓવરમાં ઉબેદ શાહે ફકત ત્રણ રન આપ્યા હતા. મેચની અંતિમ ઓવર ફેંકવા આવેલા ઝીશાનના પ્રથમ બોલ પર જ મેકમિલાને (19*) શોર્ટ ફાઈનલ લેગ પરથી ચોગ્ગો ફટકારીને જીત અપાવી હતી.
The highs and lows of a close semi-final 😄😢#U19WorldCup | #AUSvPAK pic.twitter.com/Skh3RbGqKP
- Advertisement -
— ICC (@ICC) February 8, 2024
પૂંછડિયા બેટસમેન કેલમ વિડલરે નવ બોલનો સામનો કરતા અણનમ બે રન કરીને વિકેટ જાળવી રાખી હતી. ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત અંડર-19 વર્લ્ડકપની ફાઈનલમાં પહોંચ્યું છે.
પાકિસ્તાનના 180 રનના ટારગેટના જવાબમાં ઓસ્ટ્રેલિયાની શરૂઆત નબળી રહી હતી. ઓપનર હેરી ડિકસન (50)ને બાદ કરતા ટોચના ક્રમના બેટસમેન નિષ્ફળ ગયા હતા અને 105 રનમાં અડધી ટીમ પેવેલિયન પરત ફરી હતી. ઓલિવર પીક (49) અને ટોમ કેમ્બેલ (25) એ છઠ્ઠી વિકેટ માટે 44 રનની પાર્ટનરશીપ કરીને ઓસ્ટ્રેલિયાને ઉગાર્યું હતું. પાકિસ્તાનના બોલર્સ અલી રઝાએ ચાર વિકેટ ઝડપી હતી.
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ લીધી હતી. પાકિસ્તાનની ડામાડોળ શરૂઆત રહી હતી. ફકત બે બેટસમેન અઝાન અવૈસ (52) અને અરાફત મિન્હાસ (52) અડધી સદી ફટકારી શકયા હતા. ટોમ સ્ટ્રેકરે ઝંઝાવાતી બોલીંગ કરતા 9.5 ઓવરમાં એક મેઈડન સહિત 24 રનમાં છ વિકેટ ઝડપી હતી અને મેન ઓફ ધ મેચ બન્યો હતો.