ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
ગત તા. 5/12/24 થી 10/12/24 સુધી ઇનોવેટિવ ઇન્ટરનેશનલ સ્કૂલ ના ગ્રાઉન્ડમાં રાજકોટની નામાંકિત સ્કૂલની ટિમ વચ્ચે એક ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવેલ હતું. સીઝન બોલમાં હાલ બાળકો જુદા જુદા કેમ્પમાં તો જતા જ હોઈ છે પરંતુ તેમને ગ્રાઉન્ડ પર મેચ રમવાની તકો ઓછી મળે છે તે વિષયને ધ્યાને લઇ બાળકોને ગ્રાઉન્ડમાં મેચનો અનુભવ થાય, ટિમ સ્પિરિટ ડેવલોપ થાય અને તેમનો ઉત્સાહ વધે તે માટે છેલ્લા 4 વર્ષથી ઇનોવેટિવ ઇન્ટરનેશનલ સ્કૂલ આ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરે છે. આ વર્ષે રાજકોટની નામાંકિત સ્કૂલોમાંથી RKC, S N K , ગ્રીનવુડ, જય ઇન્ટરનેશનલ સ્કૂલ, જીનિયસ સ્કૂલ, SGVP, SOS SCHOOL ઇનોવેટિવ સ્કૂલ, ઇનોવેટિવ ઇન્ટરનેશનલ સ્કૂલ જેવી સ્કૂલોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો. નોકઆઉટ સિસ્ટમ દ્વારા રમાડવામાં આવેલ આ ટુર્નામેન્ટના ફાઇનલ માંS.N.K SCHOOL અને R.K.C SCHOOLટિમો પહોંચેલ હતી. જેમાં S.N.K SCHOOLટીમે પ્રથમ દાવ લઇ ને 20 ઓવરમાં 172 રન બનાવેલ તેનો પીછો કરતા R.K.C SCHOOL ટીમે એક સમય આખો મેચ પોતાના તરફ કરી અને 80 રન (5.3 ઓવરમાં ) વિના વિકેટે કરેલ હતા પરંતુ ત્યારબાદ જ.ગ.ઊં ટીમના બોલરોએ બરાબર મહેનત કરી ને છ.ઊં.ઈ ટિમ ને 109 માં જ ઓલઆઉટ કરી આપેલ અને ચેમ્પિયન બનેલ હતી. આ ટુર્નામેન્ટના બેસ્ટ બોલર, બેસ્ટ ફિલ્ડર, બેસ્ટ બેટ્સમેન, મેન ઓફ થઈ સિરીઝ, રનર્સઅપ કપ, ચેમ્પિયન કપ વિગેરે જેવા ઇનામો ઉપસ્થિત શ્રી નિરેનભાઈ જાની, મયુરભાઈ ખીમાણીયા, ડો. વિવેક સિંહાર ના વરદ હસ્તે આપેલ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરેલ. સમગ્ર ટુર્નામેન્ટ માટે ઈં.ઈં.જ ના સ્પોર્ટ્સ હેડ અશોકસર કામ્બલિયા, ભુવનેશ સરે જહેમત ઉઠાવેલ હતી.
ઇનોવેટિવ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા U-16 ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ



