મોરબી પોલીસની સૂચનાના આધારે કાર્યવાહી; આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
રાજકોટ રેન્જ આઇ.જી.પી. અશોકકુમાર યાદવ અને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલ દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને, સોશિયલ મીડિયા એપ્લિકેશન ઇન્સ્ટાગ્રામમાં કેટલાક ઈસમોનો છરી સાથેનો ફોટો વાયરલ થયો હતો. હળવદ પીઆઈ આર.ટી. વ્યાસ દ્વારા તપાસ કરાવવામાં આવતા, ફોટોમાં દેખાતા ઇસમો હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી હોવાનું જણાઈ આવ્યું હતું.
- Advertisement -
પોલીસ સ્ટાફે તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરી વાયરલ ફોટોમાં દેખાતા બે ઇસમોની ઓળખ મેળવી તેમની છરી સાથે ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપીઓ: રવી મુનાભાઇ કાંજીયા/કોળી (રહે. દિઘડીયા ગામ, તા. હળવદ, જી. મોરબી), રવી ઘનશ્યામભાઇ દેકાવાડીયા/કોળી (રહે. દેવપુર (સુખપર), તા. હળવદ, જી. મોરબી)
પોલીસે બંને યુવાનો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેમને કાયદાનું ભાન કરાવ્યું હતું.પીઆઇ આર. ટી. વ્યાસ અને હળવદ પોલીસે લોકોને અપીલ કરી છે કે, આજના ડિજિટલ ટેકનોલોજીના યુગમાં ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ કે ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સામાજિક અશાંતિ ફેલાય કે કોઈ ગુનાહિત કૃત્ય બને તેવા કોઈ વીડિયો કે ફોટો અપલોડ
કરવા નહીં.