ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપર ખારીમાં રહેતા જય ગોપાલભાઈ અગેચાણીયા, રોહિત ડાયાભાઈ અદગામા, રૂૂપેશ મનુભાઈ ધોળકિયા અને જય ચાવડા મોરબીથી ગઈકાલે નવરાત્રીનો છેલ્લો દિવસ હોય રાજકોટ ખાતે ગરબી જોવા માટે ગયા હતા અને કાર લઈને તેઓ વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં રાજકોટ બાજુથી મોરબી પરત ફરી રહ્યા હતા ત્યારે મીતાણા ગામે ઓવરબ્રિજ પહેલાની ગોળાઈમાં કોઈ કારણોસર કાર ચાલકે પોતાની કારના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો અને અકસ્માતનો બનાવ બન્યો હતો આ બનાવમાં કાર ચાલક જય ચાવડાને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે તો રોહિત ડાયાભાઈ અદગામા, રૂૂપેશ મનુભાઈ ધોળકિયા, અને જય ગોપાલભાઈ અગેચાણીયાને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર કારગત મળતા રોહિત ડાયાભાઈ અદગામા (17) નું મોત નિપજ્યું છે હાલમાં જય ગોપાલભાઈ અગેચાણીયા (19) અને રૂૂપેશ મનુભાઈ ધોળકિયા (18) રાજકોટ સિવિલ હોસ્પિટલા ખાતે સારવારમાં છે અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
અને અકસ્માતના આ બનાવની આગળની તપાસ એમ.કે. બ્લોચ ચલાવી રહ્યા છે



