- શંકાસ્પદ ગતિવિધિને કારણે સેનાએ ફાયરીંગ કર્યું
સેનાની શિબિર પાસે શંકાસ્પદ ગતિવિધિના કારણે સેનાના જવાનોએ ફાયરીંગ કરતા બે સ્થાનિક નાગરિકો માર્યા ગયા હતા અને એક નાગરિક ઘાયલ થયો હતો, આ ઘટનાને પગલે સેના સામે વિરોધ-પ્રદર્શન શરુ થયા છે અને લોકોએ હાઈવેને ચક્કાજામ કરી દીધો છે.
અધિકારીઓ જણાવ્યું હતું કે રાજૌરીનો શલિંદર કુમાર અને કમલ કિશોરની ગોળીબારીમાં મોત થઇ છે. દેખાવકારોએ મૃતકોના પરિવારને 10-10 લાખ રુપિયાનું વળતર, સગા-સંબંધીઓને નોકરી, બાળકોને મફત શિક્ષણ અને મામલાની એફઆઈઆર નોંધવાની માંગ કરી છે.
- Advertisement -
પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું છે કે સેનાના એક સંત્રીએ આજે શુક્રવારે સવારે કથિત રીતે ગોળીબારી કરી હતી. પીડિત કે જે કથિત રીતે સેનાના કુલીઓ તરીકે કામ કરી રહ્યા હતા. સવારે 6-15 વાગ્યે તેઓ એક સૈન્ય શિબિરના ઉલ્ફા ગેટ પાસે આવી રહ્યા હતા ત્યારે તેમના પર ગોળીબાર થયો હતો.