ગોંડલ હાઇવે પર કોરાટ ચોકડી પાસે ઢુંવા ફાટક પાસે બનેલો બનાવ
બંને મિત્રો ગત મોડી રાત્રે રેલવે ટ્રેક પર સૂતા હતા ત્યારે બનેલો બનાવ
શાપર પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહો પીએમ માટે ખસેડી તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
રાજકોટની ભાગોળે કોરાટ ચોકડી નજીક ઢુંવા ફાટક પાસે ટ્રેન હડફેટે ચડી જતાં બે યુવાનના કમકમાટીભર્યા મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે. આ અંગે જાણ થતા શાપર પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહો પીએમ માટે ખસેડયા હતા પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકમાં લીલીસાજડીયાળીનો સુનિલ મકવાણા અને મૂળ બિહારનો હાલ થોરાળામાં રહેતો સૌરભ સોલંકી બંને મિત્રો રાત્રે કારખાને જતા હતા ત્યારે બનાવ બન્યો હોવાનું પ્રાથમિક તબકકે જાણવા મળ્યું છે બંને ઘરે ગયા ન હતા અને નાઈટ કરવાના છે તેવું ઘરે પહ્યુ હતું ટ્રેક ઉપર સૂતા હતા ત્યારે ટ્રેન આવી જતાં બંનેના મોત નિપજ્યાં હોવાનું જાણવા મળ્યું છે.
- Advertisement -
બનાવની પ્રાપ્ત વિગત મુજબ સુનિલ જયંતિભાઇ મકવાણા ઉ.ર7 અને સૌરભ પાલનપ્રસાદ સોલંકી ઉ.ર4 બંને ગોંડલ હાઇવે નજીક કોરાટ ચોકડી પાસે ઢુંવા ફાટક નજીક આવેલ હેમ પેકેજીંગ નામના કારખાનામાં નોકરી કરતા હતા.
ગઇકાલે રાત્રે 1.30 વાગ્યે તેઓ ઢુંવા ફાટક પરથી પસાર થતા હતા ત્યારે ટ્રેનની ઠોકરે ચડી જતા બંનેના ઘટના સ્થળે જ કમકમાટભર્યા મોત નિપજયા હતા બનાવ બન્યા બાદ લાંબા સમય પછી જાણ થઇ હતી.
શાપર પોલીસને આ અંગે જાગૃત નાગરિકે માહિતી આપતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. બંનેની ઓળખ મેળવી પરિવારજનોને જાણ કરી હતી અને જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહો પીએમ અર્થે ખસેડયા હતા સૌરભ બે બહેન ત્રણ ભાઈમાં નાનો અને અપરણિત હોવાનું અને સુનિલ ચાર ભાઈ બે બહેનમાં બીજા નંબરનો અને સંતાનમાં એક દીકરી હોવાનું જાણવા મળ્યું છે.