દારૂની બોટલ શહેર ભાજપ યુવા મોરચા વોર્ડ નં. 10ના પ્રમુખે મંગાવ્યાની કબૂલાત
એ ડિવિઝન પોલીસે પ્રોહીબીશન હેઠળ યુવા ભાજપ પ્રમુખ મોનિલ શાહની કરી ધરપકડ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલી ડી એચ કોલેજના મેદાનમાંથી વિદેશી દારૂની બોટલ સાથે બે શખસોની એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી પૂછપરછ કરતાં આ દારૂની બોટલ શહેર ભાજપના યુવા મોરચાના વોર્ડ નંબર 10ના પ્રમુખ મોનીલ શાહે મંગાવી હોવાનો ખુલાસો થતા પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરી હતી.
રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ સોમવારે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન યાજ્ઞિક રોડ પરથી ઇમ્પોર્ટ એક્સપોર્ટના ધંધાર્થી ઋષભ કલ્પેશભાઈ દેસાઈ અને ડ્રાયફ્રુટના વેપારી શુભમ પ્રદીપભાઈ થાનકી નામના બે યુવાનોની વિદેશી દારૂની 2900 રૂપિયાની બોટલ સાથે ધરપકડ કરવામાં આવી હતી. જેની પૂછપરછમાં દારૂની બોટલ તેને ભાજપના યુવા મોરચાના વોર્ડ નંબર 10ના પ્રમુખ મોનીલ શાહ દ્વારા લેવા માટે મોકલવામાં આવ્યા હોવાની કબૂલાત આપતા પોલીસે મોનીલ શાહ સામે પણ પ્રોહીબીશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી હતી છે રાજકોટ એ ડિવિઝન પોલીસે તપાસમાં આરોપી તરીકે મોનીલ શાહનું નામ ખોલી તેની સામે 35(3) મુજબ નોટિસ ઈશ્યુ કરી મોનીલ શાહની પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મોનીલ શાહ હાલ રાજકોટ શહેર ભાજપ યુવા મોરચા વોર્ડ નંબર 10ના પ્રમુખ છે અને તેઓ નવા સંગઠન માળખામાં યુવા ભાજપની ટીમમાં હોદ્દો મેળવવા માટે ઘણા સમયથી મથામણ કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.