રાજકોટના મેટોડા પાસે રાત્રે બનેલી ઘટના
અકસ્માત સર્જી નાસી છૂટેલા કારચાલકની શોધખોળ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
મેટોડા જીઆઇડીસી પાસે રાત્રીના કારની ઠોકરે બિહારની પરિણીતા, તેનો દોઢ વર્ષનો પુત્ર અને બાર વર્ષનો ભાઇ ચડી જતાં ત્રણેયને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ માતા-પુત્રએ રાત્રે જ દમ તોડી દેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી અકસ્માત સર્જી ચાલક કાર મુકીને ભાગી જતાં પોલીસે શોધખોળ હાથ ધરી છે અકસ્માતમાં મૃતક મહિલાના બાર વર્ષના ભાઈને ગંભીર ઇજા થઇ હોઇ તે સારવાર હેઠળ છે.
રાજકોટ કાલાવડ રોડ ઉપર આવેલ મેટોડા ગેઇટ નં. 2 નજીકના મણીમંદિર પાસે રાત્રે વર્ના કાર નં. જીજે03કેએચ-46ની ઠોકરે ચડી જતાં એક યુવતિ અને દોઢ તથા બે બાળકોને ઇજાઓ થતાં ત્રણેયને 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં બીજી તરફ અકસ્માત સર્જી કાર મુકી ચાલક ભાગી ગયો હતો સારવાર દરમિયાન બાળકનું અને મહિલાનું મોત થતા મેટોડા પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો.
- Advertisement -
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલા મેટોડા ગેઇટ નં. 2માં આવેલા શ્રીનાથજી પાર્કમાં રહેતી શીલાદેવી ચંદનકુમાર શાહ (ઉ.વ.21) અને બાળક તેનો પુત્ર અંકુશ ચંદનકુમાર શાહ (ઉ.વ.1ાા) હતો. જ્યારે ગંભીર ઇજા પામનાર બાળકનું નામ રાજા કૈલાસભાઇ પાસવાન (ઉ.વ.12) હોવાનું અને તે મૃતક શીલાદેવીનો ભાઇ થતો હોવાનું ખુલ્યું હતું મૃતક શીલાદેવી તેના પતિ, ભાઇ સહિતના પરિવાર સાથે એકાદ વર્ષ પહેલા બિહારથી મેટોડા આવી પેટીયું રળતા હતા તેનો પતિ ચંદનકુમાર કારખાનામાં નોકરી કરે છે. શીલાદેવના દોઢ વર્ષના પુત્ર અંકુશને પોલીયોના ઇન્જેક્શનનો ડોઝ આપવાનો હોઇ પુત્ર અને ભાઇને સાથે લઇને મેટોડા ગેઇટ નં. 3માં આવેલા ક્લીનીક પર ગઇ હતી. ત્યાંથી ત્રણેય ચાલીને પરત ઘરે આવી રહ્યા હતાં ત્યારે અકસ્માત સર્જાયો હતો જેમાં માતા પુત્રનું મોત નીપજ્યું હતું પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે પત્નિ પુત્રના મોતથી યુવક શોકમાં ગરકાવ થઇ ગયો છે.



