ગઈકાલે મોડી રાત્રે નેપાળના બાંગલુંગ ભારતના ઉતરકાશીમાં મોડીરાત્રે ધરા ધણધણી હતી. નેપાળના બાંગલુંગમાં ગઈકાલે મોડીરાત્રે 1.23 વાગ્યે 4.7ની તીવ્રતાનો અને જિલ્લાના ખુંગામાં મોડી રાત્રે 2.07 વાગ્યે 5.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જયારે ભારતના ઉતરાખંડમાં ગઈકાલે મોડીરાત્રે 2.19 વાગ્યે 3.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ નેપાળમાં ગઈકાલે મોડી રાત્રે એક કલાકમાં જુદા જુદા સ્થળે ભૂકંપના બે ઝટકા આવ્યા હતા. નેશનલ અર્થકવેક મોનેટેરીંગ એન્ડ રિસર્ચ સેન્ટર નેપાળના અનુસાર બાંગલુંગ જિલ્લામાં અનુભવાયેલ ઝટકાની તીવ્રતા 4.7 અને 5.3 રહી હતી. જો કે ભૂકંપના આ ઝટકાથી જાનમાલને નુકશાનીના ખબર નથી. બાંગલુંગ જિલ્લામાં મધરાત્રે 1.23 વાગ્યે 4.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જયારે બીજો ભૂકંપ બાંગલુંગ જિલ્લાના ખુંગા આસપાસ મધરાત્રે 2.07 વાગ્યે આવ્યો હતો.
- Advertisement -
4.7 and 5.3 magnitude earthquakes strike Baglung district of Nepal
Read @ANI Story | https://t.co/RcZIopncNa#Earthquake #Nepal pic.twitter.com/VI5MYAYVb6
— ANI Digital (@ani_digital) December 27, 2022
- Advertisement -
ઉતરાખંડમાં ભૂકંપના ઝટકા: આ પહેલા ભારતમાં ઉતરાખંડમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ઉતરકાશીમાં ગઈકાલે મોડીરાત્રે 2.18 વાગ્યે 3.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.ઉતરાખંડમાં ભૂકંપથી જાનમાલને નુકશાનના કોઈ ખબર નથી. ઉલ્લેખનીય છે કે આ પહેલા 19મી ડિસેમ્બરે ઉતરાખંડમાં ભૂકંપના ઝટકા આવ્યા હતા. એ પહેલા 12 ડિસેમ્બરે ઉતરાખંડમાં ધરા ડોલી હતી.