ખાસ-ખબર સંવાદદાતા
આગામી મકરસંક્રાતિ તહેવારની ઉજવણી અનુસંધાને લોકોમાં પતંગ ચગાવવા માટે ચાઇનિઝ દોરીનો ક્રેઝ જોવામાં આવેલ પરંતુ આ દોરીથી લોકો તથા પશુ/પ્રાણીઓને જીવલેણ ઇજા થતી હોય જેથી આ ચાઇનિઝ દોરા, લોન્ચર, તુકકલ (બલુન), લેટર્ન (ફાનસ), પાકા સિન્થેટીક મટીરીયલ વિગેરેના ઉપયોગ પર પ્રતિબંધિત કરેલ હોય તેમ છતાં આ પ્રતિબંધિત વસ્તુ વેંચતા વેરાવળ બદુશા સિઝનેબલ સ્ટોર, ગાંધીચોક ના આમદશા બદુશા શામદાર તેમજ ગિરગઢડામાં અમિધારા પ્રોવિઝન સ્ટોરના રાઘવભાઈ અરજનભાઈ વાઘેલા બન્ને મળી કુલ 8 ચાઈનીઝ દોરીની ફીરકી કુલ મુદામાલ રૂ.3900 સાથે એલસીબી એસઓજી ગીર સોમનાથ જિલ્લા પોલીસે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.