ફૂલ જેવા કુમળા બાળકોને ઢોર મારતા શિક્ષકો ચેતી જજો !
રાજયોમાં બાળકને મારવા બદલ જુવનાઈલ જસ્ટીસ એકટ હેઠળ 3 વર્ષની સજા
શાળામાં પાણી પીવા- લઘુ શંકાએ જવા વિદ્યાર્થીએ વધુ વખત રજા માંગતા બે મહિલા શિક્ષકોએ ત્રણ દિવસ પીટાઈ કરી હતી
આજની નવી પેઢીના બાળકોને શિક્ષકો હાથ અડાડી પણ શકતા નથી અને જો એવી ભુલ થાય તો જેલ સજા પણ થઈ શકે છે. અમદાવાદમાં એક વિદ્યાર્થી વારંવાર પાણી પીવા અને લઘુશંકા કરવા જવા પરવાનગી માંગતો હોવાથી પાંચ વર્ષના આ બાળકને બે શિક્ષકોએ ઢોર માર મારતા અહીની એક સ્થાનિક કોર્ટ બન્ને શિક્ષકોને ત્રણ-ત્રણ વર્ષની જેલ સજા ફટકારી છે. અમદાવાદની મકરબા સ્કુલની આ ઘટના છે જેમાં મીર્ઝાપુરના ફર્સ્ટ કલાસ મેજીસ્ટ્રેટ ટી.એ.ભાડજાએ બે શિક્ષક તરૂણ પરભાતીયા (36 વર્ષ) અને નજમા શેખ (47)ની ગત સપ્તાહે જ જયુડીશ્યલ કસ્ટડીમાં લઈ લેવાનો આદેશ આપ્યો હતો. આ કેસમાં બન્ને શિક્ષકો સામે 22 જૂન 2017ના સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પાંચ વર્ષના અને કે.જી.માં ભણતા વિદ્યાર્થીને બન્ને શિક્ષકો ત્રણ દિવસથી મારતા હોવાની ફરિયાદ ખુદ બાળકે તેના માતાને કરી હતી.
બન્ને શિક્ષકો આ નાના બાળકના પગ પકડીને પછી મારતા હતા તેને ઢસડવો પણ હતો અને તેના શરીર પર તેના નિશાન પણ પડી ગયા હતા. બાળકને વી.એમ. હોસ્પીટલમાં સારવાર માટે દાખલ
કરાયો હતો.
- Advertisement -
બાળકે ફરિયાદ કરી કે તેને ખાવાપીવા કે લઘુશંકા માટે જવા દેવાતો ન હતા તેને નાસ્તો કરતા પણ રોકાયો હતો. પોલીસે આ બારામાં ફોજદારી ધારાની કલમ 323 હેઠળ ફરિયાદ નોંધી હતી તથા જુવનાઈલ જસ્ટીસ એકટ બાળકને શિક્ષણના અધિકાર (આરટીઈ) વિ. કલમો પણ લગાડી હતી.
બન્ને શિક્ષકોએ આરોપ નકાર્યા પણ ધારા હેઠળ બન્નેને છ માસની જેલ તથા રૂા.400નો દંડ અને જુવનાઈલ જસ્ટીસ એકટ હેઠળ ત્રણ વર્ષની જેલસજા અને 10000નો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત બન્ને સામે શાળા દ્વારા શિસ્તભંગના પગલા લેવા અને તેમનો રીપોર્ટ 20 દિવસમાં અદાલતમાં આવવા આદેશ પણ આપ્યો હતો.