બે દીકરીને નોકરી આપવાની લાલચ આપી મહિલા સાથે દુષ્કર્મ મામલો
પીડીતા ઉપર ઉપકાર કર્યો હોય તેમ મજબૂરીનો લાભ ઉઠાવી મહિલાનું શારિરીક શોષણ કર્યુ હતું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.28
કેશોદની એક મહિલા પોતાની બે દિકરીઓને આરોગ્ય વિભાગમાં નોકીર આપવા ઇચ્છતી હતી તે સમયે પિડીતા શ્રઘ્ધા નામની મહિલાના સંપર્કમાં આવી હતી અને શ્રઘ્ધાએ પીડીતાની નરેન્દ્ર સાથે મુલાકાત કરાવી હતી. પીડીતાની જરૂરીયાત સમજી નરેન્દ્રએ તેણીસાથે દુષ્કર્મ આચર્યુ હતુ. પિડીતાએઆ વાત નરેન્દ્રની ઓળખાણ કરાવનાર શ્રઘ્ધાને કહી હતી.
આ શ્રઘ્ધાએ પિડીતાને આમાં આવુ તો ચાલતુ જ હોય છે તેમ કહી વાત ભૂલાવવા પ્રયત્ન કર્યો હતો. આ યાતના બાદ દિકરીઓને નોકરી મળશે તેવી આશાએ શ્રઘ્ધા અને નરેન્દ્રના કહેવાથી પિડીતાની જૂનાગઢના રજનીકાંત સાથે મુલાકાત થઇ હતી બાદ બંને દિકરીઓને આરોગ્ય વિભાગમાં આઉટ સોર્સિંગ તરીકે નોકરી મળી હતી. પરંતુ પીડીતા ઉપર ઉપકાર કર્યો હોય તેમ તેમની મજબૂરીના લાભ ઉઠાવી રજનીકાંતે પણ મહિલાનું શારિરીક શોષણ કર્યુ હતુ. આગળ જતા રજનીકાંતે પિડીતાની પુત્રીઓ પરનજર બગાડતા પિડીતાએ પોલીસને આપવીતી સંભળાવી હતી અંતે પોલીસે એક મહિલા અને બે પુરૂષ વિરૂઘ્ધ ગુનો નોંઘ્યો હતો. આકેસમાં પોલીસે કેશોદની શ્રઘ્ધા રાહુલ ગોહેલ, નરેન્દ્ર મનસુખ ઝાલા, જૂનાગઢનો લેબર કોન્ટ્રાકટર રજનીકાંત મોહન વાછાણીની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી હતી.



