જૂનાગઢમાં સિઝેરિયન બાદ ત્રણ મહિલાને કિડનીની બીમારી, બેનાં મોત
હેલ્થ પ્લસ હોસ્પિટલનું PMJY રજિસ્ટ્રેશન રદ
- Advertisement -
બાટલામાં રહેલું ટોક્સિન જવાબદાર હોવાનો દાવો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ માણાવદર ખાનગી હોસ્પિટલમાં ત્રણ પ્રસૂતાના મોત મામલે હજુ તપાસ ચાલી રહી છે ત્યારે જૂનાગઢની વધુ એક ખાનગી હેલ્થ પલ્સ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં પ્રસ્તુતિ માટે દાખલ થયેલ 5ાંચ મહિલા પ્રસ્તુતાઓમાં ત્રણ મહિલાને કિડની બીમારી થઇ છે જેમાં બે મહિલાના મોત થયા છે.આ મામલે આરોગ્ય અધિકારીએ ખાનગી હોસ્પિટલનું પીએમજેવાઈ હેઠળનું રજીસ્ટ્રેશન રદ કરાયાનો દાવો આરોગ્ય વિભાગે દાવો કર્યો છે. જૂનાગઢમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ગત ઓગસ્ટ માસમાં સિઝેરીયન કર્યા બાદ પાંચ પ્રસુતાને કિડનીની તકલીફ થઇ હતી. જેમાંથી બે મહિલાના મોત થયા હતા. આ સમગ્ર મામલે હોસ્પિટલ દ્વારા ખાનગી પેથોલોજી લેબમાં તપાસ કરવામાં આવતા સીઝેરીયન બાદ જે બાટલો ચડાવવામાં આવ્યો હતો તેમાં ટોકસીન હોવાનું જણાયુ હતુ. આ મામલે હોસ્પિટલના સંચાલકોએ આરોગ્ય વિભાગને રિપોર્ટ પણ કર્યો હતો. જૂનાગઢની હેલ્થ પલ્સ હોસ્પિટલમાં ગત ઓગસ્ટ માસમાં પાંચ મહિલાઓને સીઝેરીયન કરવામાં આવ્યુ હતુ. સીઝેરીયન બાદ આ મહિલાઓને કિડનીમાં ઇન્ફેકશન થઇ ગયુ હતુ. જેથી તેઓને સિવીલ અને ત્યાંથી રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા. જેમાં જૂનાગઢના અને જીંજરી ગામના એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. આ મામલે હોસ્પિટલના સંચાલકોએ તપાસ કરી હતી અને ખાનગી લેબોરેટરીમાં પૃથ્થકરણ કરાવતા સીજેરીયન બાદ જે બાટલા ચડાવવામાં આવ્યા હતા. તેમાં ટોકસીનહોવાનું સામે આવ્યુ હતુ. આ અંગે આરોગ્ય તંત્રને રિપોર્ટ કરી દેવામાં આવ્યો હતો. જયારે આરોગ્ય અધિકારીએ જણાવ્યુ હતુ કે, ગત ઓગસ્ટ માસમાં પાંચ મહિલાઓને સીઝેરીયન બાદ કિડનીની સમસ્યા થઇ હતી. જેમાંથી બે મહિલાઓના સારવાર દરમિયાન મોત થયા હતા તે સમયે હોસ્પિટલમાં પીએમ જે.એ.વાય.યોજના બંધ કરવામાં આવી હતી. ઓટી ઓ.ટી.ટેબલના સેમ્પલ લીધા હતા. તે નેગેટીવ આવ્યા હતા. આ મામલે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની મદદ લેવામાં આવશે.
ખાનગી હૉસ્પિટલના સંચાલકનો ખુલાસો
જૂનાગઢ હેલ્થ પ્લસ હોસ્પિટલના સંચાલક સોહિલ સમાએ જણાવ્યુ હતુ કે, ગત ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં દર્દીઓને બોટલમાં ટોકસીન આવી જતા ઇન્ફેકશન થયુ હતુ. અમે આ બાબતની તમામ વિગતો આરોગ્ય વિભાગને આપી હતી અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચકાસણી પણ કરવામાં આવી હતી અને અમારી પાસે લેબ રિપોર્ટ પણ છે. જે દર્દીઓને બાટલા ચડાવવામાં આવ્યા હતા. તેમાં ટોકસીન હોવાના કારણે કિડની ફેલ થવાની ઘટના બની હતી. જયારે આ મામલે હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા તંત્રને જાણ કરવામાં આવી છે.