રન-વે ઉપર પાર્ક થયેલા ખાનગી વિમાન સાથે બીજી ફલાઈટની ટકકર
અમેરિકામાં આજે વધુ એક વિમાની દુર્ઘટના સર્જાઈ હતી. એરીઝોનાનાં સ્કોટડેલ એરપોર્ટ પર બે ખાનગી વિમાન સામસામા અથડાતા એક વ્યકિતનુ મૃત્યુ નીપજયુ હતું અને અન્ય કેટલાંક ઘાયલ થયા હતા. આ દુર્ઘટના બાદ એરપોર્ટ પર વિમાની સેવા અટકાવી દેવામાં આવી હતી.
- Advertisement -
સુત્રોના કહેવા પ્રમાણે ખાનગી જેટવિમાન રન-વે પર લેન્ડ થયુ ત્યારે પાર્ક થયેલા બીજા એક વિમાન સાથે અથડાઈ ગયુ હતું પ્રાથમીક તપાસમાં એવુ બહાર આવ્યું છે કે ઉતરાણ કરનારા વિમાનનાં લેન્ડીંગ ગીયરમાં ખામી સર્જાવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો.
દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત બે લોકોને તાબડતોબ ટ્રોમા સેન્ટર લઈ જવામાં આવ્યા હતા અને સમગ્ર રન-વે બંધ કરી દેવાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરીકામાં છેલ્લા બે સપ્તાહમાં ત્રણ વિમાની મોટા અકસ્માતો સર્જાયા છે.29 જાન્યુઆરીએ વિમાન અને હેલીકોપ્ટરની ટકકર થઈ હતી જેમાં 67 લોકોનો ભોગ લેવાયો હતો.
આ પહેલા બનેલી પ્લેન દુર્ઘટનાઓ
- Advertisement -
- 3 ફેબ્રુઆરીના રોજ હ્યુસ્ટનથી ન્યૂયોર્ક જતી યુનાઇટેડ એરલાઇન્સની ફ્લાઇટને ટેકઓફના થોડા સમય પહેલા તેના એક એન્જિનમાં આગ લાગી જતાં તેને ખાલી કરાવવામાં આવી હતી.
- 1 ફેબ્રુઆરીના રોજ અમેરિકાના ફિલાડેલ્ફિયામાં રૂઝવેલ્ટ મોલ નજીક એક વિમાન ક્રેશ થયું. ક્રેશ થયેલ વિમાન લિયરજેટ 55 વિમાન હતું. વિમાન સ્પ્રિંગફીલ્ડ બ્રાન્સન રાષ્ટ્રીય વિમાનમથક તરફ જઈ રહ્યું હતું.
- આ પહેલા 30 જાન્યુઆરીએ, અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં રીગન નેશનલ એરપોર્ટ નજીક અમેરિકન એરલાઇન્સનું વિમાન અને હેલિકોપ્ટર વચ્ચે હવામાં ટકરાયા હતા. ટક્કર પછી, વિમાન અને હેલિકોપ્ટર અલગ થઈ ગયા અને નદીમાં પડી ગયા. આ અકસ્માતમાં બધા 67 લોકોના મોત થયા હતા.