ભાજપ સાથે ઘરોબો ધરાવનાર શખ્સ જીતુ મહેતા ઝડપાયો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
વિસાવદર તાલુકાના વિછાવડ ગામે આઇટી આઇના નજીક મુદ્દે સરપંચને બોલાવી ખંડણી માંગવામાં આવી હતી તેમજ પંચાયતનાં કામમાં તકલીફ પડશે તેવી ધમકી ભરી વાત કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને આ બનાવમાં 3 શખ્સ સામે ફરિયાદ દાખલ થતા પોલીસે વધુ તપાસ કરી બે શખ્સોને ઝડપી લીધા હતા.
- Advertisement -
વિસાવદર પંથકના વિછાવડ ગામના સરપંચ સંજયભાઇ વજુભાઇ નળીયાધરાએ નોંધાવેલી ફરિયાદ મુજબ રજાક પરમારે ગ્રામ પંચાયતમાં કરેલઆરટીઆઇ અરજી પાછી ખેંચી લેવા માટે સંજયભાઇને બોલાવ્યાહતા. બાદમાં જિતેન્દ્ર ઉર્ફે જીતુ નાથાલાલ મહેતા અને રજાક પરમારે સરપંચ સંજય ભાઇ પાસે એક લાખની ખંડણી માંગી હતી અને કાયદાનો ડરબતાવ્યો હતો તેમજ કહ્યુ હતુ કે અમે કહીએ તેમ કરો નહિતર ચૂંટણી અને પંચાયના કામમાં તમને બહુ તકલીફ પડશે તેવી ધમકી આપી હતી. આ બનાવમાં પોલીસે ફરિયાદ લઇ બે શખ્સોને ઝડપી લીધા હતા.