ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
જૂનાગઢ લોકસભા ચૂંટણી અન્વયે કાયદો વ્યવસ્થાની સ્થિતી જળવાઇ રહે તે માટે પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા કવાયત તેજ કરી છે. ત્યારે ધોરાજી તાલુકાના સુપેડી ગામે રહેતો જયેશ ઉર્ફે સૈલેશ ધીરૂભાઇ કોરડીયા વિરૂઘ્ધ માણાવદર પોલીસ સ્ટેશનમાં કલમ 306, 506, 114 મુજબ ગુનો નોંધાયો હતો. ત્યારે આ શખ્સ છેલ્લા એક વર્ષ છે નાસતો ફરતો હતો. જૂનાગઢ પેરોલ ફર્લો સ્કવોર્ડના પીએસઆઇ વાયપી હડીયા અને એએસઆઇ ઉમેશ વેગડાને ખાનગી રાહે હકીકત મળતા ફરાર આરોપીને ઝડપી પાડયો હતો અને માણાવદર પોલીસને સુપ્રત કરી વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી.
- Advertisement -
જયારે અન્ય એક નાસતા ફરતા આરોપી ઝડપાયો હતો જેમાં ભેસાણ પોલીસ સ્ટેશનમાં એસ્ટ્રોસીટી અને મારામારીના ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો રાજકોટનો સુન્ની રાજેશભાઇ ડાંગર સરદારપુર ગામ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ઝડપાયેલ બંને શખ્સ સામે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.