sogને સફળતા : 1.80 લાખનો મુદામાલ કબજે કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લામાં તિનપત્તીનાં જુગારની સાથે ઓનલાઇન જુગારનું ચલણ પણ વધ્યું છે.ત્યારે ઓનલાઇન જુગાર રમાડતા તત્વો ઉપર એસઓજીની ટીમ ત્રાટકી હતી.જૂનાગનાં કમ્પ્યુટર પર અલગ અલગ વેબસાઇટો ઉપર ઓનલાઇન જુગાર રમાડતા બે શખ્સોને પડકી પાડ્યાં હતાં. તેમજ એસઓજીને રૂપિયા 1.80 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. જોકે હજુ બે શખ્સને પડકવાનાં બાકી છે.
- Advertisement -
બનાવની મળતી વિગત મુજબ ઓનલાઇન જુગાર રમવાનું વધી રહ્યું છે. ત્યારે જૂનાગઢનાં એસપી રવિ તેજા વાસમસેટ્ટીની સુચનાથી એસઓજીનાં પીઆઇ એ.અમે. ગોહિલ,પીએસઆઇ જે.એમ.વાળા સહિતનો સ્ટાફ કાર્યરત છે. ત્યારે એસઓજીને બાતમી મળી કે,જૂનાગઢનાં વિશાલ પ્રફુલ કારિયા અને સંદીપ મુકેશ મકવાણા ચોબારી રોડ ઉપર યોગેશ્ર્વરનગરમાં આવેલા પંકજકુમાર મોહનલાલ વેડીયાનું મકાન ભાડે રાખી મકાનનાં ઉપરનાં માળે માણસો રાખી કોમ્પ્યુટર પર અલગઅલગ વેબસાઇટો મારફત ઓનલાઇન હારજીતની ગેમો પર સોદાઓ કરી નાણાની હારજીત કરી પાછળથી હવાલા દ્વારા નાણાની આપલે કરે છે. બાતમીનાં આધારે એસઓજીને રેઇડ પાડી હતી. રેઇડ દરમિયાન ભાડાનાં મકાનમાં બે માણસો નોકરીએ રાખી ઓનલાઇન જુગાર રમાડતા હતાં. એસઓજીએ રેઇડ પાડી અમદાવાદનાં માદરપુરનાં અલય ફાલ્ગુન દવે, દ્વારકાનાં જૈમીન રાજેનભાઇ સોનૈયાને ઝડપી લીધા હતા અને ચાર કોમ્પ્યુટર, એક રાઉટર, 11 મોબાઇલ, બે બાઇક,5500 રોકડા મળી કુલ રૂપિયા 1,80,600નો મુદામાલ કબજે કર્યો હતો. તેમજ ઓનલાઇન જુગારનાં મુખ્યસુત્રધાર વિશાલ પ્રફુલ કારીયા અને સંદીપ મુકેશ મકવાણાની શોધખોળ શરૂ
કરી છે.