છકડો રિક્ષામાંથી મૃતદેહ મળ્યા: મૃતક યુવક-યુવતી માણાવદરના ભીંડોરા ગામના વતની
એ ડિવિઝન ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાંથી આજે એક છકડો રિક્ષામાંથી કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સનસનાટી મચી જવા પામી છે.
આજે બપોરે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં કેમ્પસમાં ઝાડ નીચે એક છકડો રીક્ષા પડી હતી તેમાંથી અત્યંત દુર્ગંધ આવતી હતી.
જેને લઈને આસપાસના લોકોએ તપાસ કરતા રીક્ષામાં બે મૃતદેહ કોવાયેલી હાલતમાં પડ્યા હોવાનું નજરે ચડ્યું હતું.
આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા જુનાગઢ એ ડિવિઝન ક્રાઈમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો પટના સ્થળે દોડી આવ્યો હતો. છોકરો રિક્ષામાં તપાસ કરતા એક યુવક અને યુવતીનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો છે પ્રાથમિક તપાસ દરમિયાન મૃતક યુવક અને યુવતી માણાવદર તાલુકાના ભીંડોરા ગામના હોવાનું સામે આવ્યું છે.
- Advertisement -