વિસાવદરના બંને રત્ન કલાકારે પૈસા ઉપાડી મોકલ્યા હતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ સહિત દેશભરમાં સાયબર ફ્રોડના બનાવો વધી રહ્યા છે લોકોને કોઈને કોઈ બહાને શીશામાં ઉતારી લાખો-કરોડો રૂપિયા સાયબર માફિયાઓ પડાવી રહ્યા છે જેમાં દસ પંદર હજારની લાલચમાં આવી લોકો પોતાના બેંક ખાતા ભાડે આપી ગુનામાં ભાગીદાર બની રહ્યા છે ત્યારે આવા જ 55 લાખના ફ્રોડમાં રાજકોટ સાયબર પોલીસે બે બેંક ખાતાધારકોને પકડી પાડયા છે. રાજકોટના સાયબર ક્રાઇમ પોલીસમાં 2024માં 55 લાખની છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાઈ હતી આ ગુનાની તપાસ પીઆઇ બી બી જાડેજા સહિતની ટીમ ચલાવી રહી હતી દરમિયાન ઓનલાઈન ફ્રોડથી જે 55 લાખ રૂપિયા જેટલી રકમ જે ખાતામાં ટ્રાન્સફર થઈ હતી તે દિશામાં તપાસ હાથ ધરી પોલીસે જુનાગઢના વિસાવદરના મોટા ભલગામ ખાતે રહેતા રત્ન કલાકાર દિનેશ ઉર્ફે સતીશ રમેશભાઈ રાદડીયા ઉ.39 અને જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના કાલસરી ગામના રત્ન કલાકાર જેનિષ ઉર્ફે રઘો ભાણકુંભાઈ ગરણીયા ઉ.28ની ધરપકડ કરી છે આ બંને શખ્સોના ખાતામાં ફ્રોડની રકમ જમા થઈ હતી જે પછી બંનેએ ચેક દ્વારા વી ડ્રો કરી મુખ્ય સૂત્રધારના કહ્યા મુજબ પૈસા ટ્રાન્સફર કરી દીધા હોવાનું જાણવા મળ્યું છે.