વોરંટ ઇસ્યુ કરતાં અમદાવાદ, વડોદરા જેલભેગા કરાયાં
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.6
- Advertisement -
ધોરાજી પોલીસે દારૂ, મારામારી સહિતના ગુનામાં પકડાયેલા બે બુટલેગરને પાસામાં ધકેલી દીધા છે ધોરાજીના ઈમરાનને અમદાવાદ અને જૂનાગઢના વાહીદને વડોદરા જેલ હવાલે કરાયા છે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ઇંગ્લીશ દારૂના ગેરકાયદે વેચાણનો મોટાપાયે ધંધો કરતા બે શખ્સોની અસામાજિક પ્રવૃત્તિ અટકાવી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને રાજકોટ જિલ્લા પોલીસ વડા એસપી જયપાલસિંહ રાઠોડે સખત પગલા લેવા સુચના કરી હતી.
આ આંગતર ડીવાયએસપી આર.એ.ડોડિયાના માર્ગદર્શન હેઠળ ધોરાજી સિટી પોલીસના પીઆઈ આર.જે. ગોધમએ પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જિલ્લા કલેકટરે પાસા અટકાયતમાં મોકલી આપવા હુકમ કરતા ધોરજીના આરોપી ઈમરાન સાદીક નેવીવાલા ઉ.32 અને જુનાગઢના વાહીદભાઇ રઝાકભાઇ કુરેશીની પાસા વોરંટની બજવણી કરી અટકાયત કરી અનુક્રમે અમદાવાદ મધ્યસ્થ જેલ તથા વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરેલ હતી ઈમરાન દારૂ, મારામારી સહિતના 5 ગુનામાં ધોરાજી અને કુવાડવા પોલીસમાં પકડાઈ ચૂક્યો છે જ્યારે વાહીદ દારૂ, મારામારી સહિતના 12 ગુનામાં ધોરાજી, ગોંડલ, જુનાગઢ, વંથલી પોલીસમાં પકડાઈ ચૂક્યો છે.