11.80 લાખનો મુદામાલ કબજે : મહાજન સહિત બેના નામ ખૂલ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
રાજકોટમાં દારૂ ઘૂસાડવાના બુટલેગરોના કિમિયા ઉપર પોલીસે પાણી ફેરવી દીધું છે રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર ક્રાઇમ બ્રાન્ચએ વોચ ગોઠવી દારૂની 1044 બોટલ ભરેલી કાર સાથે બે શખ્સોને ઝડપી લઈ 11.80 લાખનો મુદામાલ કબજે કરી કુખ્યાત બુટલેગર સહિત બેની શોધખોળ હાથ ધરી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ આર ગોંડલીયા અને ટીમ પેટ્રોલિંગમાં હતી
- Advertisement -
ત્યારે સ્ટાફને મળેલી બાતમી આધારે રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર ક્રિષ્ના વોટર પાર્ક પાસે વોચ ગોઠવી હતી વોચ દરમિયાન બાતમીવાળી કાર પસાર થતાં અટકાવી જડતી લેતા તેમાંથી 1044 બોટલ દારૂ મળી આવતા પોલીસે ધાંગધ્રાના ઉતમારામ જગનારામ પુરોહિત ઉ.29 અને રાજકોટના ચંદ્રેશ ઉર્ફે કાળિયો જગદીશભાઇ ચાઉ ઉ.38ની ધરપકડ કરી દારૂ, કાર, મોબાઈલ સહિત 11,79,800નો મુદામાલ કબજે કર્યો છે બેલડીની પ્રાથમિક પૂછતાછમાં કુખ્યાત બુટલેગર હર્ષદ ઉર્ફે મહાજન માણેકલાલ માંડલીયા અને ધાંગધ્રાના રવિ જગદીશભાઇ ચૌહાણનું નામ ખૂલતાં બંનેની શોધખોળ હાથ ધરી છે.