મલેશિયામાં નેવીના બે હેલિકોપ્ટર અથડાયા. આ અકસ્માતમાં દસ લોકોના મોત થયા છે. મલેશિયાની રોયલ મલેશિયન નેવીના વાર્ષિક કાર્યક્રમના રિહર્સલ દરમિયાન બંને સૈન્ય હેલિકોપ્ટર અથડાયા હતા.
- Advertisement -
નેવીનું આ રિહર્સલ મંગળવારે લુમુતના રોયલ મલેશિયન નેવી સ્ટેડિયમમાં થઈ રહ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક હેલિકોપ્ટર બીજા હેલિકોપ્ટર સાથે અથડાતું જોઈ શકાય છે. આ બે હેલિકોપ્ટર Fennec M502-6 અને HOM M503-3 હતા. પહેલું હેલિકોપ્ટર ક્રેશ થયું અને સ્ટેડિયમની સીડીઓ પર પડ્યું જ્યારે બીજું સ્વિમિંગ પૂલમાં પડ્યું.
આ ઘટના પર મલેશિયન નેવીએ શું કહ્યું?
મલેશિયન નૌકાદળે આ ઘટના પર એક નિવેદન જારી કરીને કહ્યું કે આ હેલિકોપ્ટર નેવીની 90મી વર્ષગાંઠ પર 3 થી 5 મે વચ્ચે યોજાનારી સૈન્ય પરેડ માટે રિહર્સલ કરી રહ્યા હતા. નેવીએ આ ઘટનામાં દસ લોકોના મોતની પુષ્ટિ કરી છે. દુર્ઘટનામાં માર્યા ગયેલા તમામ હેલિકોપ્ટરના ક્રૂ મેમ્બર હતા. મૃતદેહોને ઓળખ માટે લુમુત એર બેઝ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આ ઘટના સ્થાનિક સમય અનુસાર મંગળવારે સવારે 9.32 વાગ્યે બની હતી.
Two military helicopters collided into each other in midair in Lumut, Malaysia.
- Advertisement -
The Perak fire and rescue department has confirmed that 10 people died after two Royal Malaysian Navy helicopters collided and crashed in Lumut, Perak.
Royal Malaysian Navy has confirmed that two… pic.twitter.com/XhWdCrM1G0
— FL360aero (@fl360aero) April 23, 2024
પ્રશાસને આ ઘટનાની તપાસ માટે કમિશન બનાવવાનો નિર્ણય કર્યો છે. તમને જણાવી દઈએ કે આ ઘટનાએ દેશમાં વારંવાર મિલિટરી હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનાઓને લઈને ચિંતા વધારી દીધી છે. ગયા મહિને જ, મલેશિયન મેરીટાઇમ એન્ફોર્સમેન્ટ એજન્સી (MMEA) હેલિકોપ્ટર બચાવ કવાયત દરમિયાન પુલાઉ અંગસા, સેલાંગોર નજીક ક્રેશ થયું હતું. આ ઘટના 5 માર્ચે બની હતી, જેમાં પાયલટ સહિત બે લોકોના મોત થયા હતા.
તે જ સમયે, ગયા વર્ષે પણ મલેશિયામાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. પરંતુ આ ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો.