રાજકોટમાં થયેલી 1.62 કરોડની ચાંદીની ચોરીનો પ્લાન એક સપ્તાહ પૂર્વે બન્યો હતો
બે કાર, 2 લાખની રોકડ, ચાંદી સહિત 78 લાખનો મુદામાલ જપ્ત : પાંચની શોધખોળ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
રાજકોટનાં ચંપકનગરમાં આવેલી પેઢીમાંથી 1.62 કરોડની ચાંદીની ચોરીનો ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી નાખ્યો છે આ ચોરી કરવાનો પ્લાન એક સપ્તાહ પૂર્વે ઘડાયો હોવાનું જાણવા મળ્યું છે રાજકોટ ક્રાઈમ બ્રાંચે બે મુખ્ય સુત્રધારો દાંતીવાડાના રતનસીંગ ધુખજી રાઠોડ અને બોટાદના રાજુ ઉર્ફે રાજા કનુભાઈ ભોજકની ધરપકડ કરી તેમની પાસેથી 30.540 કિલોગ્રામના 35.73 લાખના ચાંદીના દાગીના, 40 લાખની બે કાર અને બે લાખની રોકડ સહીત 77.73 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે ઉપરોક્ત ગુનામાં સામેલ વધુ પાંચ આરોપીઓ રાજસ્થાનના શૈલેન્દ્રસીંગ ઉર્ફે સેલસીંગ, બોટાદના જગદીશ ભુપતભાઈ ભોજક, અમદાવાદના મુકેશ રામારામ પ્રજાપતી, યુપીના છોટુ ભૈયા અને રાજસ્થાનના શ્રવણસીંગની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટમાં થયેલી 1.62 કરોડની ચાંદી ચોરીના ડિટેક્શન અંગે ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ માહિતી આપતા જણાવ્યું હતું કે વોન્ટેડ આરોપી શૈલેન્દ્રસીંગને કોઈએ આ ચોરી અંગે ટીપ આપી હતી. જેથી તેણે આજે ઝડપાયેલા રતનસીંગ સાથે મળી સપ્તાહ પૂર્વે ચોરીનો પ્લાન ઘડ્યો હતો જેમાં અમદાવાદના મુકેશ અને ઉતરપ્રદેશનાં છોટુ ભૈયાને પણ સામેલ કર્યા હતા ત્યાર બાદ રાજુની મદદ માંગી હતી અને નક્કી થયા મુજબ ચારેય આરોપીઓ અમદાવાદ ભેગા થયા હતા અને ઇકો કારમાં ઝરીયા પહોચ્યાં હતા. જ્યાં રાજુને મળતા તેણે ચોરી માટે ક્રેટા કાર સાથે પોતાનો માણસ જગદીશ આપ્યો હતો. જેથી આ પાંચેય આરોપીઓ ક્રેટા કારમાં ચોરી કરવા રાજકોટ પહોંચ્યા હતા.ચોરીના દિવસે સાંજે શહેરભરમાં આટા-ફેરા કરી રાત્રે ચોરી કરી ફરીથી ઝરીયા પહોચ્યાં હતા. જ્યાં રાજુને તેના ભાગની 30 કિલો ચાંદી આપી હતી.ચોરીને અંજામ આપી રાજુ ચારેય આરોપીઓને ફોચ્ર્યુનર કારમાં અમદાવાદ મુકી આવ્યો હતો. જ્યાંથી આરોપીઓ ભાગ પાડી છૂટા પડી ગયા હતા. ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી ક્રેટા કાર હાલ છેતરપિંડીનાં ગુનામાં સુરેન્દ્રનગરની જેલમાં બંધ ધરમસિંહ ખાંભલાની હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ચોરી થયેલી 70 કિલો ચાંદી સાથે બે રીસીવરોને ઝડપી લીધા છે. તે સાથે જ આ કેસમાં ધરપકડનો આંક ચાર પર પહોચ્યોં છે.
પકડાયેલી બેલડી વિરુદ્ધ કુલ 10 ગુના નોંધાયેલા છે
- Advertisement -
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં ઝડપાયેલા આરોપી રતનસીંગ સામે પાથાવાડા પોલીસ મથકમાં દુષ્કર્મ, આર્મ્સ એક્ટ સહિત 3 ગુના નોંધાઈ ચુક્યા છે. જ્યારે બીજા આરોપી રાજુ સામે પાળિયાદ, અમદાવાદ ગ્રામ્ય, બોટાદ અને ધંધુકા પોલીસ મથકમાં દારૂ, હત્યાની કોશીષ, આર્મ્સ એક્ટ સહિતના 7 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું જાણવા મળ્યું છે.
ચાંદી ચોરી ડિટેકટ કરનાર ક્રાઇમ બ્રાન્ચની ટિમ
ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ, પીએસઆઈ એ.એન.પરમાર, વી.ડી.ડોડીયા, એસ.વી.ચુડાસમા, ડી.પી.ઝાલા, આર.કે.ગોહિલ, એ.એસ.આઇ. વિજયરાજસિંહ જાડેજા, અમીતભાઇ અગ્રાવત, સમીરભાઇ ઇકબાલભાઇ, અશોક કલાલ, દિગ્પાલસિંહ જુવાનસિંહ, રણજીતસિંહ પઢેરીયા, હેડ કોન્સ. જયદેવસિંહ પરમાર, સંજયભાઇ રૂપાપરા, સુભાષભાઇ ધોધારી, દિપકભાઇ ચૌહાણ, હરસુખભાઇ સબાડ, પ્રદીપસિંહ જાડેજા, અર્જુનભાઇ ડવ, કિશનભાઇ પાંભર, કૃષ્ણદેવસિંહ ઝાલા, રાજેશભાઇ જળુ, જયરાજસિંહ કોટીલા, દિગ્પાલસિંહ જુવાનસિંહ, પો.કોન્સ. મહાવીરસિંહ જાડેજા, સંજયભાઇ ખાખરીયા, તુલશીભાઇ ચુડાસમા, ધર્મરાજસિંહ રાણા, જીલુભાઇ ગલચર, મનીષભાઇ ચાવડા, ગોપાલભાઇ પાટીલ, મયુરધ્વજસિંહ દીલીપસિંહ, કરણભાઇ કોઠીવાળ, સંજયભાઇ અલગોતર,અરવિંદભાઇ ફતેપરા, ધારાભાઇ ગઢવી, રાહુલભાઇ ગોહેલ, પોપટભાઇ ગમારા, અશ્વીનભાઇ લક્ષ્મણભાઇ ચાંદી ચોરીના ડિટેક્શનમાં જોડાયા હતા.



