કેબલ બ્રિજની કામગીરી અંદાજિત 30 મહિનામાં પૂર્ણ કરી દેવાશે
આવતીકાલે સ્ટેન્ડિંગમાં દરખાસ્ત પાસ થશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના કાલાવડ રોડ પર કટારીયા ચોકડીએ મનપા દ્વારા સૌ પ્રથમ કેબલ બ્રિજ બનાવવામાં આવશે. આ અંગેના ટેન્ડર પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. જેમાં ગાવર ક્ધસ્ટ્રસ્ટશન લિમિટેડ અને બેકબોન ક્ધસ્ટ્રકશન પ્રાઈવેટ લિમિટેડના જોઈન્ટ વેન્ચર દ્વારા નિર્માણ કરવામાં આવશે. આ બ્રિજને તૈયાર કરવામાં કુલ 30 મહિના જેટલો સમયનો એક અંદાજ નક્કી કરવામાં આવ્યો છે.
ટ્રાફિક પરિવહન માટે ખૂબ જ મહત્ત્વના બનેલા કટારીયા ચોકડી ઉપર બ્રિજની જરૂરિયાત છે ત્યારે આ ચોકમાં આવનારા દિવસોમાં કોઈ ટ્રાફિક સમસ્યા ઉભી ન થાય તે માટે મનપા દ્વારા કેબલ બ્રિજ નિર્માણ કરવાનો મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. અંદાજિત 800 મીટર લાંબા અને 24 મીટર પહોળા બનનાર આ કેબલ બ્રિજની આવતીકાલે સ્ટેન્ડિંગમાં દરખાસ્ત પાસ થશે. આ ઉપરાંત આ કેબલ બ્રિજની સાથે અનેક સુવિધા પણ ઉભી કરવામાં આવશે. જેમાં બાસ્કેટબોલ કોર્ટ, ફોરેસ્ટ ટ્રાયલ, ઓપન એર જીમ, ફૂડ કોર્ટ, બેડમિન્ટન કોર્ટ, ઓપન એર થિયેટર, ચિલ્ડ્રન પ્લે એરિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કેબલ બ્રિજના નિર્માણ થતાં એક અંદાજ પ્રમાણે કુલ બે લાખથી વધુ લોકોને લાભ થશે.
ફૂડ કોર્ટ, ઓપન એર જીમ, બેડમિન્ટન કોર્ટ સહિતની અઢળક સુવિધાઓ
રાજકોટની કટારિયા ચોકડીએ આકાર પામનાર આ વર્લ્ડ ક્લાસ કેબલ બ્રીજમાં રાજકોટવાસીઓને ઘણી સુવિધાઓ પ્રાપ્ત થવાની છે. આ બ્રીજની ડિઝાઈન પણ તૈયાર કરી દેવામાં આવી છે. જેમાં બાસ્કેટ બોલ કોર્ટ, બેડમિન્ટન કોર્ટ, ફૂડ કોર્ટ, ઓપન એર જીમ, ઓપન એર થિયેટર, ફોરેસ્ટ ટ્રેલ અને ચિલ્ડ્રન પ્લે એરિયા સહિતની સુવિધાઓ બ્રીજની નીચે બનાવવામાં આવનાર છે.