ખાસ-ખબર ન્યૂઝ જાફરાબાદ
જાફરાબાદના લોઠપુર ગામે દુર્ઘટના સર્જાઇ હતી. જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામ નજીક વાડી વિસ્તારમાં પવનચક્કીનો ટાવર અચાનક તુટી જતા બે મજૂરો નીચે પટકાયા હતા. ટાવર તુટી જતા બન્ને મજૂરો નીચે પટકાતા કમકમાટી ભર્યા મોત થયા હતા. પવનચકકી નાખવા માટે અહીં પવનની ગતિ જોવા માટે ટાવર ઉભો કરવા માટે કામગીરી ચાલતી હતી. અને તે સમયે અચાનક ટાવર તુટી જતા ટાવર ઉપર ચડેલા કર્ણાટકના બે મજૂરો નીચે પટકાતા મોત થયા હતા. જેમા મરનાર કર્ણાટકના કલાપા માલ ગુંડા પાટીલ ઉ.વ.43 તેમજ શિવ ગુંડા બસા ગુંડા પાટીલ ઉ.વ.28 બન્ને મજૂર યુવક કર્ણાટકના હોવાનું જાણવા મળેલ છે. 108 મારફતે બન્ને મૃતક મજૂરોને પીએમ અર્થે જાફરાબાદ હોસ્પિટલ ખસેડાયા હતાં. આ ઘટનાની જાણ થતા જાફરાબાદ ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.