ખાસ-ખબર સંવાદદાતા
સમગ્ર ગુજરાત પોલીસ બેડામાંથી પ્રથમ વખત મોરબી પોલીસના બે જાંબાઝ કર્મચારીઓએ માઉન્ટ મનાસ્લુ પહાડ 7000 મીટર ચઢીને પહાડ ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવી રેકોર્ડ સર્જ્યો છે. સમગ્ર ગુજરાત પોલીસમાંથી આ સિદ્ધિ મોરબી પોલીસના બે કર્મચારીઓએ પ્રથમ વખત મેળવી છે.
ગુજરાત પોલીસમાંથી પ્રથમ વખત વિશ્વના 8 માં નંબરના પહાડ માઉન્ટ મનાસ્લુની 7000 મીટરની ઉંચાઈ ચઢીને ગુજરાત પોલીસનો ફ્લેગ અને રાષ્ટ્રધ્વજ ફરકાવી મોરબીના બે જાંબાઝ પોલીસ કર્મચારીઓએ રેકોર્ડ સર્જ્યો છે. મોરબીમાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મોરબી તાલુકાના ચાંચાપર ગામના ભુમિકાબેન દુર્લભજીભાઈ ભુત અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કોયલી ગામના પૃથ્વીરાજસિંહ રણજીતસિંહ જાડેજાએ વિશ્વનો 8 માં નંબરનો પહાડ માઉન્ટ મનાસ્લુ સર કરીને સમગ્ર ગુજરાતના પોલીસ વિભાગમાં મોરબી પોલીસનું ગૌરવ વધાર્યું છે.