બંને આરોપીઓને ઝડપી પાડીને પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના રવાપર ગામ નજીક શુક્રવારે મધરાત્રે રાત્રી સફાઈ કરતા આશરે 55 વર્ષના મહિલા સફાઈ કર્મચારી ઉપર તેના પુત્રો જેવડી ઉંમરના બે હવસખોર નબીરાઓએ દુષ્કર્મ આચર્યું હતું જેમાં આ બંને નરાધમોએ પોતાની કાર લઈને રાત્રીના સફાઈ કરતી મહિલાને ધારીયું બતાવી કારમાં બેસાડીને અવવારું જગ્યાએ લઈ જઈને મોઢે ડૂમો દઈને મહિલા પર દુષ્કૃત્ય આચર્યું હતું એટલુ જ નહીં મહિલાને ઢોર માર મારતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
- Advertisement -
આ બનાવને ગંભીરતાથી લઈને એ ડિવિઝન પોલીસ સ્ટાફે પીડિતાનું નિવેદન અને આરોપીઓના ફક્ત નામ જ હોય તાકીદે ફરિયાદ નોંધી એક્શનમાં આવીને સીસીટીવી ફૂટેજ તેમજ કાર સહિતના આધારે આરોપીઓને ઓળખી કાઢી બનાવની ગણતરીની કલાકોમાં જ બે આરોપીઓ આશિષ હેમંતભાઈ આદ્રોજા અને પંકજ અશ્વિનભાઈ પરમાર ને ઝડપી પાડ્યા હતા તેમજ બંનેની વિધિવત ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બંને આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.