ખાસ-ખબર ન્યૂઝ રાજુલા, તા.23
રાજુલાના વાવેરા રોડ નજીક વાડી વિસ્તારમાં બે મહાકાય અજગર નિકળયા હતાં. કનુભાઇ લહેરીના વાડીમાંથી બે અજગર દેખાતા બીપીનભાઇ લહેરીએ ટેલીફોન દ્વારા પૂર્વ વાઇલ્ડ લાઇફ વોર્ડન વિપુલભાઇ લહેરીને જાણ કરી ત્યારબાદ રાજુલા વનવિભાગ આર.એફ.ઓ. વેગડા તથા ગોહિલને જાણ કરાતા
આ રેસ્કયુ ટીમના આશીફભાઇ પઠાણ તથા ભરતભાઇ ગુજરીયા, જુનેદભાઇ કુરેશી તાત્કાલિક ધટના સ્થળે પહોંચ્યા હતા. અને રેસ્કયુ ટીમ દ્વારા બન્ને મહાકાય અજગરનું મહા મહેનતે રેસ્કયુ કરી જંગલ તરફ મુક્ત કર્યા હતા. રાજુલા વનવિભાગની કામગીરી બદલ બીપીનભાઇ લહેરી અને ઉમેશભાઇ મોદીએ બિરદાવી હતી.