રિક્ષામાં સવાર માસૂમ બાળક અને મહિનાના મોતથી અરેરાટી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.10
સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતમાં બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે તેવામાં બેફામ દોડતા વાહનો પર અંકુશ નહિ હોવાના લીધે આ પ્રકારના બનાવોમાં વધારો થતો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે તેવામાં સાયલા – ચોટીલા રોડ પર આઈસર અને રિક્ષા વચ્ચે અકસ્માત થતાં રિક્ષામાં સવાર માસૂમ બાળક અને મહિલા મોતને ભેટ્યા હતા.
- Advertisement -
જાણવા મળતી વિગતો અનુસાર સાયલા – ચોટીલા હાઇવે પર મોડેલ સ્કૂલ નજીક આ અકસ્માત સર્જાયો હતો જેમાં સુરતથી જસદણ પાસે આવેલા દહિસર ગામે દર્શને રિક્ષામાં જતા આઇસાર સાથે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં રિક્ષામાં સવાર એક માસૂમ બાળક સહિત ત્રણને ઈજા પામી હતી જ્યારે ત્રણેય ઈજા ગરતોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં એક બાળક અને મહિલાનું મોત થયું હતું.