26 ઓક્ટોબરથી 28 માર્ચ સુધીનું વિન્ટર શેડ્યુઅલ જાહેર કરાયું
પુણેની ફ્લાઇટ એક સપ્તાહમાં મંગળ, ગુરુ અને રવિવાર ત્રણ દિવસ ઉડાન ભરશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી આગામી વિન્ટર શેડ્યુઅલ માટે એર ઈન્ડિયા અને ઈન્ડિગો દ્વારા પોતાની ફ્રિકવન્સી જાહેર કરવામાં આવી છે. જેમાં સવારે બે દિલ્હીની અને બે મુંબઈની ફ્લાઈટ ઉડાન ભરશે. પરંતુ જેની સૌને આશા હતી તે કોલકત્તાની ફ્લાઈટનો હજુ સુધી સમાવેશ કરવામાં આવ્યો નથી. તો બીજી તરફ પુણેની ફ્લાઇટ એક સપ્તાહમાં મંગળ, ગુરુ અને રવિવારના રોજ ઉડાન ભરશે. હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી હજુ સુધી ભલે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થઈ ના હોય પરંતુ ડોમેસ્ટિક કનેક્ટીવીટી સતત વધી રહી છે. આ વખતે એર ઈન્ડિયા અને ઈન્ડિગો દ્વારા જાહેર કરવામાં આવેલા વિન્ટર શેડ્યુઅલ તા. 26 ઓક્ટોબરથી આગામી તા. 28 માર્ચ, 2026 સુધી કાર્યરત રહેશે. જેમાં બંને એરલાઈન્સ દ્વારા સવારે રાજકોટથી દિલ્હી અને મુંબઈની ફ્લાઈટ શરૂ કરી બંને મેગા સિટી સાથે કનેક્ટિવિટી વધુ મજબૂત કરી છે. તે ઉપરાંત ગોવા, હૈદરાબાદ, બેંગલોર અને પૂણે માટે પણ ફ્લાઇટ ઉડાન ભરશે.પરંતુ જ્યારથી રાજકોટથી ચાઇના માટેની કનેક્ટિવિટી માટે રાજકોટથી કોલકત્તા અને ત્યાંથી ચાઈનાની ફ્લાઈટ શરૂ કરવાની વાતે જોર પકડ્યું હતું. પરંતુ આ વખતે વિન્ટર શેડ્યુઅલમાં તેનો સમાવેશ ન થતા સૌરાષ્ટ્રવાસીઓએ ચાઇના માટેના સફર માટે હજુ રાહ જોવી પડશે. ત્યારે ઉલ્લેખનિય છે કે કોલકત્તાથી ચાઇના માટેની ફ્લાઇટ શરૂ થઈ ગઈ છે જેથી હવે ટુંક સમયમાં રાજકોટથી કોલકત્તાની કનેક્ટિવીટી મળી રહેશે.
વિન્ટર શેડ્યુલમાં હીરાસર એરપોર્ટ પરથી ઉડાન ભરતી ફ્લાઇટો
ફ્લાઇટનું નામ આગમન પ્રસ્થાન
રાજકોટ-મુંબઇ 7:45 8:30
રાજકોટ-દિલ્હી 9:25 10:10
રાજકોટ-મુંબઇ 17:15 18:00
રાજકોટ-દિલ્હી 17:25 20:20
રાજકોટ-દિલ્હી 7:30 8:05
રાજકોટ-પૂણે 8:35 10:25
રાજકોટ-મુંબઇ 8:30 9:00
રાજકોટ-હૈદરાબાદ 11:20 15:55
રાજકોટ-બેંગ્લોર 15:45 16:15
રાજકોટ-ગોવા 13:55 12:00
રાજકોટ-મુંબઇ 16:25 16:55
રાજકોટ-દિલ્હી 17:25 17:55
રાજકોટ-મુબંઇ 19:25 19:55
- Advertisement -