ખાસ-ખબર સંવાદદાતા
સમસ્ત રામાનંદી યુવા મંડળ દ્વારા રામાનંદી રાસોત્સવનું ભવ્ય આયોજન આજે અને આવતીકાલે કરવામાં આવ્યું છે. આ રાસોત્સવ લીયો લાયન્સ ગ્રાઉન્ડ, નાના મવા સર્કલ 150 ફૂટ રીંગ રોડ રાજકોટ ખાતે યોજાશે. જેમાં સમસ્ત રામાનંદી સમાજનું યુવા ધન એક લાખ વોટ સાઉન્ડના તાલે જુમશે. સાહિત્ય કલાકાર રામાનંદી સમાજનું ગૌરવ સિદ્ધાર્થ લશ્ર્કરી એન્કરિંગ કરશે. સુપસિદ્ધ ગાયક કલાકારો સાથે આ રાસોત્સવમાં યુવા તથા ચિલ્ડ્રનમાં પ્રિન્સ-પ્રિન્સેસ તથા વેલડ્રેસના ઇનામોની વણઝાર કરવામાં આવશે. રામાનંદી સમાજમાં બે દિવસના આયોજનમાં ધાર્મિક વાતાવરણ અને પારિવારિક મનોરંજન સાથે ખેલૈયાઓ રમશે. જેમાં સંતો મહંતો પ્રતિષ્ઠિત મહેમાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. છેલ્લા નવ વર્ષથી સમસ્ત રામાનંદી યુવા મંડળ રાજકોટ દ્વારા રામાનંદી રાસોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ આયોજનને સફળ બનાવવા માટે કલ્પેશભાઈ પૂર્ણવેરાગી, કૌશિકભાઇ દેવમુરારી, રવિભાઇ નિમાવત, સુરેશભાઇ જલાલજી, દિલીપભાઇ અગ્રાવત, મયુરભાઇ ભડીંગજી, કેતનભાઇ લશ્ર્કરી, જીતેન્દ્રભાઇ વિષ્ણુ સ્વામી, દિપકભાઇ કુબાવત, સહિતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.