જ્યોતિષ શાસ્ત્રમાં દેવ ગુરુ બૃહસ્પતિને જ્ઞાન, સૌભાગ્ય, ધન અને વૈહવાહિક સુખનો પ્રતીક માનવામાં આવે છે. હવે 11 માર્ચ 2026ના રોજ ગુરુ ગ્રહ પોતાની વક્રી ચાલને આરામ આપીને ‘માર્ગી’ થવા જઈ રહ્યા છે. ગુરુની આ સીધી ચાલ દરેક રાશિ માટે મહત્ત્વપૂર્ણ છે, પરંતુ ધન, મીન અને કર્ક રાશિના જાતકો માટે આ ખગોળીય પરિવર્તન કોઈ વરદાનથી ઓછું નથી. તો ચાલો જાણીએ કે, ગુરુના માર્ગી થવાથી કઈ બે રાશિના જાતકોના જીવનમાં ગુડ ન્યૂઝ આવશે.
ધન રાશિ
- Advertisement -
ધન રાશિના સ્વામી ગુરુ ગ્રહ સ્વયં હોવાથી ગુરુનું માર્ગી થવું તમારા માટે વિશેષ રૂપે ઉર્જાવાન રહેશે. 11 માર્ચ બાદથી તમારા અટકેલા કાર્યો વેગ પકડશે. નોકરી કરતા જાતકો માટે પ્રગતિના માર્ગો ખુલશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને તેમની મહેનતનું મીઠું ફળ મળશે. આવકના નવા સ્ત્રોત ઉભરી શકે છે, જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. પ્રેમ સંબંધો ગાઢ બનશે. તમારા જીવનસાથી સાથે સુમેળ સુધરશે. તમે તમારા શારીરિક સ્વાસ્થ્યમાં પણ નોંધપાત્ર સુધારો અનુભવશો.
મીન રાશિના જાતકો માટે ગુરુનું માર્ગી થવું એ તમારા ભાગ્યમાં જબરદસ્ત ઉછાળો લઈને આવશે. તમારા સ્વામી ગ્રહની સીધી ચાલ તમને દરેક ક્ષેત્રમાં અનુકૂળ પરિણામો અપાવશે. જો તમે રોજગાર શોધી રહ્યા છો, તો આ સમયગાળા દરમિયાન તમને ઈચ્છનીય તકો મળી શકે છે. કાર્યક્ષેત્રમાં આવી રહેલી જટિલતાઓને ઉકેલવા માટે વરિષ્ઠ અને ગુરુજનોનું માર્ગદર્શન સંજીવનીનું કામ કરશે. જો તમે લાંબા સમયથી રોકાણ કર્યું છે, તો હવે નફો મેળવવાનો આ યોગ્ય સમય છે. જે લોકો લગ્નના બંધનમાં બંધાવા માગે છે તેમની ઈચ્છા પૂર્ણ થઈ શકે છે. પારિવારિક માહોલમાં ખુશી જળવાઈ રહેશે અને ઘરમાં સુખદ માહોલ રહેશે.
કર્ક રાશિ
- Advertisement -
કર્ક રાશિના જાતકો માટે ગુરુનું માર્ગી થવું અત્યંત શુભ અને લાભદાયી માનવામાં આવી રહ્યું છે. ગુરુનું આ ગોચરથી તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. સમાજમાં તમારું માન-સન્માન વધશે. બિઝનેસમાં વિસ્તરણની યોજનાઓ સફળ થશે. કાર્યસ્થળ પર તમારી કાર્યક્ષમતાની પ્રશંસા થશે. લાંબા સમયથી અટકેલા કાર્યો હવે કોઈપણ અવરોધો વિના પૂર્ણ થશે. આ સમયગાળો તમારા માટે આર્થિક રીતે ખૂબ જ મજબૂત રહેશે, જેના કારણે ઘરમાં સુખ-સુવિધાઓમાં વધારો થશે. ઘર-પરિવારમાં માંગલિક કાર્યોની શક્યતા છે. તમને તમારા જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે.




