મનપા દ્વારા PM SUNIDHI યોજના હેઠળ
ખાસ-ખબર સંવાદદાતા
ભારત સરકાર દ્વારા પુરસ્કૃત શેરી ફેરિયાઓ માટે પ્રધાનમંત્રી શહેરી શેરી ફેરિયા આત્મનિર્ભર નિધિ યોજના હેઠળ શેરી ફેરિયાઓ તેઓની આજીવિકા પુન:સ્થાપિત કરી આત્મનિર્ભર બને તે હેતુ હેઠળ પ્રધાનમંત્રી મોદી દ્વારા આ યોજના જાહેર કરવામાં આવેલ છે. આ યોજનામાં તેમનો વ્યવસાય શરૂ કરી શકે તે હેતુ રૂા. 10,000 સુધીની વર્કિંગ કેપિટલ લોન સિક્યુરિટી વગર બેંકો મારફત મળવાપાત્ર થાય છે.
આ યોજના હેઠળ સમગ્ર રાજકોટના શેરી ફેરિયાઓને લાભ મળી રહે તે હેતુસર રાજકોટ મનપા દ્વારા બે દિવસનો વોર્ડમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત કુલ 371ની અરજીઓ આવી હતી. આ યોજનામાં ડીજીટલ પેમેન્ટને પ્રોત્સાહન મળી રહે તે માટે શેરી ફેરિયાઓ ઇઇંઈંખ ઞઙઈં, ઙફુળિં, ઙવજ્ઞક્ષયાય, ૠજ્ઞજ્ઞલહય ાફુ, ઇવફફિિં ાફુ, અળફુજ્ઞક્ષાફુ દ્વારા પેમેન્ટ કરવામાં આવે તો રૂા. 1200 કેશબેક પણ આપવામાં આવે છે.