ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને ગઈકાલે સાંજે કલેકટર કચેરીમાં લેન્ડગ્રેબિંગની મિટીંગ મળી હતી જેમાં 39 કેસોમાંથી 2 સામે ફરિયાદ નોંધાઈ છે અને પાંચ અરજી પેન્ડિંગ તેમજ અન્યનો નિકાલ કરવામાં આવ્યો છે.
આ બેઠકમાં પોલીસ વડા તેમજ ડેપ્યુટી કલેકટરો તેમજ પ્રાંત અધિકારીઓની ઉપસ્થિતિમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 2 કસુરવાર કરનારાઓ સામે લેન્ડગ્રેબિંગની ફરિયાદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર- જિલ્લામાં છેલ્લાં લાંબા સમયથી સરકારી અને ખાનગી જમીનો અને મિલ્કતો પર દબાણ થતાં હોવાની સતત ફરિયાદો ઉઠી છે ત્યારે આ ભૂમાફિયાઓ સામે કલેકટર અરૂણ મહેશ બાબુએ લાલ આંખ કરી હતી. હવે પેન્ડિંગ રહેલ પાંચ અરજીનો પણ નિકાલ ટૂંક સમયમાં કરવામાં આવશે તેવું અંતમાં તંત્રએ જણાવેલ હતું.