જીવદયાપ્રેમીઓ દ્વારા બોલેરો કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.27
કચ્છ અમદાવાદ હાઇવે પર ધ્રાંગધ્રા એપી સેન્ટર ગણવામાં આવે છે અહીં હાઈવ પરથી અવાર નવાર વિદેશી દારૂ, કેમિકલ, ડીઝલ અને પશુની તસ્કરી પકડી પાડવામાં આવે છે ત્યારે ફરી એક વખત હાઉસ પર પેઢીની તસ્કરી થતી હોવાનું જીવદયા પ્રેમીઓ દ્વારા ઉજાગર કરવામાં આવ્યું છે જેમાં ધ્રાંગધ્રા જીવદયા પ્રેમી અનુપસિંહ ઝાલા અને તેઓની ટીમને કચ્છ તરફથી એક બોલેરો કારના પશુને કતલખાને લઈ જવાતા હોવાની બાતમીને આધારે જીવદયા પ્રેમીઓ ગુરુકુળ ચોકડી નજીક વોચ ગોઠવી હતી જે દરમિયાન એક બોલેરો કાર જીજે 12 સી ટી 6655 નંબર વાળી બોલેરો કાર નીકળતા તેને અટકાવી અંદર તપાસ કરતા બે ભેંસ અને બે પાડા અતિ ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં અને ઘાસચારા વગર જીવ મળતા બોલેરો કાર ચાલક નિયામતુલા મુસાભાઈ જતને ઝડપી લઇ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુન્હો નોંધાવી પશુને પાંજરાપોળ ખાતે મુક્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.