‘સગાઈમાં આવવું જ પડશે’ કહીં કારમાં ધસી આવી લોખંડના પાઇપના ઘા ઝીંકી દીધા હતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ જિલ્લાના પડધરીના મોવૈયામાં વૃધ્ધની હત્યાનો પ્રયાસ કરનાર નવાગામના બે ભાઈઓને પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવ અંગે પડધરીના મોવૈયા ગામે રહેતાં સાગરભાઈ મનસુખભાઈ સોલંકી ઉ.34એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન રાજકોટ નવાગામમા રહેતા સુરેશભાઈની દિકરી સાથે થયા છે ગઇ તા 04/05/25ના બપોરે તે ફુલની દુકાને બેઠો હતો તે દરમ્યાન નાનાભાઇના પત્નીનો ફોન આવેલ કે બાપુજીને માર મારેલ છે અને માથામાંથી લોહી નીકળે છે જેથી તે તાત્કાલીક ઘરે જઈને જોયું તો બાપુજી ફળીયામા લોહી લુહાણ હાલતમાં નીચે પડ્યા હતા માતાને બનાવ બાબતે પૂછતા તેણે જણાવેલ કે, તારો સાળો હીતેન સુરેશ મકવાણા, સસરા સુરેશ અને તારા સાળાનો છોકરો અજય અન્ય સાળો કમલેશ કારમાં આવી લોખંડના પાઈપ માથાના ભાગે મારી દીધા હતા દરમિયાન તેમની માતા વચ્ચે પડતાં તેને પણ લાકડીથી આરોપીએ ફટકાર્યા હતાં તેમજ ગાળો દઈ જો અમારા ઘરે સગાઈના પ્રસંગમા નહી આવો તો તમને જાનથી મારી નાખીશું તેમ કહી નાસી છૂટ્યા હતા તેમજ તારી પત્ની બાળકોને લઈ તારા સસરા સાથે જતી રહેલ હતી બાદમાં ઇજાગ્રસ્ત પિતાને સારવારમાં ખસેડયા હતાં તેમના મોટા સસરાના દિકરા કમલેશના દિકરાની સંગાઈમાં આવવા માટે આખા પરિવારને આવવાનું આમંત્રણ આપેલ જે બાબતે તેમના બાપુજીએ કહેલ કે, મારો દિકરો તથા મારી વહુ મીતલ આવશે હુ નહી આવુ કારણ કે તમે બધા મારી માતાના અવશાન વખતે આવેલ ન હતાં જે બાબતેનો ખાર રાખી હુમલો
કર્યો હતો.
બનાવ અંગે પડધરી પોલીસ મથકમાં હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધાયા બાદ પડધરી પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.એન.પરમારની રાહબરીમાં ટીમે આરોપી અજય કમલેષ મકવાણા ઉ.20 અને હિતેન સુરેશ મકવાણા ઉ.22ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.