ફોન પણ બંધ આવતો હોઇ વેપારીએ એ ડિવિઝન પોલીસમાં નોંધાવી ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં વધુ એક સોની વેપારીનુ સોનુ લઈ બંગાળી કારીગર બેલડી રફુચક્કર થઇ જતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે જેમા પેલેસ રોડ પર દુકાનમાં દાગીના બનાવતા સોની વેપારીનુ 18.10 લાખની કિંમતનુ સોનુ ચોરી બે કારીગર નાસી જતા એડીવીઝન પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
રાજકોટના રેલનગરમાં દ્વારિકા વિલેજમાં રહેતા અને પલેસ રોડ પર વર્ધમાનનગરમાં લક્ષ્મીનારાયણ જવેલર્સ નામની દુકાન ચાલવાતા પ્રકાશભાઈ ભરતભાઈ સોની ઉ.46એ મૂળ પશ્ચિમ બંગાળના અને હાલ રામનાથપરામાં રહેતા બે બંગાળી કારીગર સલમાન તાહીર ઉદ્દીન શેખ અને મહોમદ ઈમરાનઅલી ઝાકીરઅલી સામે 18.10 લાખના સોનાની ચોરી અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ હતુ કે સોનાના દાગીના બનાવવાનુ કામ કરવા માટે કારીગર શેખ સલમાન તાહીર ઉદીન, મહોમદ ઈમરાન અલી ઝાકીર અલી અને સાદન નીમાઈચંદ્ર દુલાઈને રાખ્યા હતા. તા.26-11ના રોજ ત્રણેય કારીગરોને સોનાના દાગીના બનાવવા માટે 22 કેરેટનુ સોનુ આપ્યુ હતુ અને તા.28ના રોજ તે સોની બઝારમાં કામ સબબ ગયા હતા દુકાને તેના ભાઈ દિપેશભાઈ બેઠા હતા.
તે દરમ્યાન તેના ભાઈએ ફોન કરી વાત કરી હતી કે સદાન, સલમાન શેખ અને મહોમદ બપોરે જમવા માટે ગયા હતા ત્યારે હું પણ તાળુ મારી જમવા ગયો હતો જેમા સદાન જમીને દુકાને આવી ગયો છે પરંતુ સલમાન અને મહોમદ પરત આવ્યા નથી અને બન્નેના ફોન પણ સ્વીચ ઓફ આવતા હોવાનુ જણાવતા તે તુરંત દુકાને આવી તપાસ કરતા દુકાનમાંથી 18.10 લાખની કિંમતનું 143.980 ગ્રામ સોનું ગાયબ હોય બન્નેની શોધખોળ કર્યા બાદ કોઈ ભાળ નહિ મળતા એ ડિવિઝન પીઆઇ બી વી બોરીસાગરે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



