હનીટ્રેપમાં ફસાવી દસ લાખ રૂપિયાની માંગ કરી હતી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.17
પાટડી સીટની જિલ્લા પંચાયત મહિલા સદસ્યનાં પતિ અને ભાજપ આગેવાન નટુભાઈ ઇલોરીયન અંગત પળોનો વિડિયો ઉતારી વીડિયો વાયરલ કરવાની ધામી આપી દશ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી જે બાદ ભાજપ આગેવાન દ્વારા પાટડી પોલીસ મથકે ગુન્હો નોંધાવ્યો હતો. સ્થાનિક પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરી ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા જેમાં હનીટ્રેપના મુખ્ય માસ્ટર માઈન્ડ એક મહિલા અને દશ લાખ રૂપિયાની ખંડણી માંગનાર ઇશમ પોલીસ ગીરફ્તથી દૂર હતા જેઓને મહુવાથી ઝડપી લીધા હતા.
- Advertisement -
પ્રાપ્ત વિગતો અનુસાર પાટડી જિલ્લા પંચાયત સીટના મહિલા સદસ્યનાં પતિ અને પાટડી ભાજપના નેતા નટુભાઈ ઇલોરીયન સંપર્કમાં માલતી નામની મહિલા આવી હતી જેઓ દ્વારા ભાજપ નેતાના મોબાઇલ પર યુવતીના ફોટા મોકલી પાચ હજાર રૂપિયા લઈ યુવતીને ભાજપ નેતા પાસે મોકલી હતી અને બંને વચ્ચે અંગત પળોના વિડિયો ઉતરી બાદમાં નેતા પાસે દશ લાખ રૂપિયાની માંગ કરી વિડિયો વાઇરલ કરવાની ધમકી આપી હતી આ તરફ ભાજપ નેતા દ્વારા બે મહિલા સહિત કુલ પાચ વિરોધ ગુન્હો નોંધાવતા પોલીસ પણ એક્શન મોડ પર આવી તાત્કાલિક ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા પરંતુ વીડિયો ઉતરનાર મહિલા અને રૂપિયાની માંગ કરનાર શોઝ પોલીસ પકડથી દૂર હતા જેથી પોલીસે તપાસ હાથ ધરી બંનેને મહુવા ખાતેથી માલતી અને ભરત ઠક્કર નામના ઇસમોને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.



