ધ્રાંગધ્રા પાલિકાએ પ્રિમોન્સૂનની કામગીરી શરૂ કરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા નગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા પ્રિમોન્સૂન ગટરની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે પાલિકા પ્રમુખ, સેનિટેશન ચેરમેન જણાવ્યું કે પ્રિમોન્સૂન કામગીરી ચોમાસા પહેલા કરાતાં વરસાદના પાણીના નિકાલ માટે મુખ્ય ગટરની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં અઢી ટન જેટલો પ્લાસ્ટિકનો જથ્થો નીકળતા પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
- Advertisement -
ધ્રાંગધ્રામાં ચોમાસામાં મુખ્ય બજારો, રાજકમલ ચોક, શક્તિ ચોક, ઝાલા રોડ, બાંભાશેરી શાકમાર્કેટ રોડ સહિતતના વિસ્તારોમાં પાણી ન ભરાય અને લોકોને મુશ્કેલી ન પડે અને ચોમાસાનું પાણીનું નિકાલ ઝડપથી થાય તે માટે કાર્યવાહી કરાઇ હતી.
નગરપાલિક પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, ઉપપ્રમુખ હિરેનભાઇ કાનાબાર, કારોબારી ચેરમેન પૂજાબેન જાદવ, સાસકપક્ષના નેતા રમેશભાઈ પ્રજાપતી, સેનિટેશન ચેરમેન પ્રવીણભાઈ રબારી અને સેનીટેશન ટીમ દ્વારા આગવું આયોજન કરી શહેરમાં ચોમાસાના પાણીના નિકાલની મુખ્ય ગટરોની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.