રાજકોટના ગોવર્ધન ચોકમાં વૃદ્ધને થયો ગઠિયાનો ભેટો
માલવીયાનગર પોલીસે ઠગાઇ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના દોઢસો ફુટ રીંગ રોડ પરના બાલાજી હોલ પાસે આવેલ બેંક ઓફ બરોડાના એટીએમમાં પૈસા ઉપાડવા માટે ગયેલા વૃધ્ધને એટીએમ કાર્ડમાં પાસવર્ડ સેટ કરવાનું કહી ઓટીપી મેળવી લઈ ગઠીયાએ અઢી લાખ ઉપાડી લઈ છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. રાજકોટના ગોવર્ધન ચોક પાસે રોયલ એલીગન્સમાં રહેતા હર્ષકાંતભાઈ શીવરામભાઈ દેસાણી ઉ.63 નામના વૃધ્ધે માલવીયાનગર પોલીસમાં અજાણ્યા શખસ સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત.તા.9ના બાલાજી હોલ પાસે આવેલા ઇઘઇના એટીએમમાં પૈસા ઉપાડવા ગયો હતો. મશીનમાં કાર્ડ નાખી પૈસા ઉપાડવાનો પ્રયત્ન કરતા ઉપડયા ન હતા.જેથી બાજુમાં ઉભેલા શખસે પાસવર્ડ ખોટો છે નવો પાસવર્ડ શેટ કરવો પડશે.તમારા ફોનમાં ઓટીપી આવશે જે આપશો એટલે નવો પાસવર્ડ બનાવી પૈસા ઉપાડી આપી આપીશ કહ્યું હતું. જેથી ઓટીપી આપી પ્રોસેસ કરતાં પૈસા ઉપડયા ન હોવાથી શખસે એટીએમ કાર્ડ પરત આપી દીધું હતું.બાદ ગત.તા.13ના બેંકમાં પાસબુકમાં એન્ટ્રી કરાવતા ખાતામાંથી 2.50 લાખ ઉપડી ગયા હતા.જેથી ઉપરોકત શખસે મદદ કરવાના બહાને ઓટીપી મેળવી લઈ પૈસા ઉપાડી લઈ છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.