ભાવેશ ઉર્ફે પિન્ટો કોટક અને કાર્તિક રામાવતની પાસા હેઠળ વોરંટની બજવણી
ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને અસામાજિક પ્રવૃત્તિને અંકુશમાં લાવવા પોલીસ વિભાગ દ્વારા ગુનાખોરી ડામવા સહિત અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતી ગેરકાયદેસર પ્રવૃત્તિને અંકુશમાં લાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી રહી છે.
- Advertisement -
થોરાળા પોલીસ સ્ટેશનના ઙઈં ડો.એલ.કે.જેઠવાના માર્ગદર્શન હેઠળ ભાવનગર રોડ પર રહેતા ભાવેશ ઉર્ફે પિન્ટો કોટકને પ્રોહિબીશનના ગુના અન્વયે પાસા એક્ટ હેઠળ વોરંટની બજવણી કરી અમદાવાદ મધ્યસ્થ જેલમાં ધકેલી દેવાયો છે. ઈ ગુજકોપ પ્રોજેક્ટમાં આરોપીનો ગુનાહિત ઈતિહાસ ચેક કરી પ્રોહિબીશનના ગુનામાં પકડાયેલા શખ્સની પાસા હેઠળ ઝડપી લેવાયો છે. જ્યારે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે પણ વિદેશી દારૂના ગુનામાં ઝડપાયેલા આરોપી કાર્તિક રામાવતની અટકાયત કરવામાં આવી હતી.