એલોન મસ્કે પદ સંભાળતાની સાથે જ ટ્વિટરને લઈને ઘણા મોટા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. હાલમાં જ યુઝર્સ માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. ઘણા મીડિયા રિપોર્ટ્સ એ સંકેત આપી રહ્યા છે કે ટૂંક સમયમાં યુઝર્સને વેરિફિકેશન માટે દર મહિને મોટી રકમ ચૂકવવી પડશે.
ટેસ્લાના સીઈઓ અને સ્પેસએક્સના સ્થાપક એલોન મસ્કે પણ હવે ટ્વિટરને ખરીદી લીધું છે, કંપનીની સંપૂર્ણ જવાબદારી સંભાળી લીધી છે, હવે ટ્વિટરના નવા બોસ એટલે કે એલોન મસ્ક ટૂંક સમયમાં જ યુઝર્સ પાસેથી કમાણી કરવા માટે ટ્વિટર બ્લુ સબસ્ક્રિપ્શન દ્વારા મોટી રકમ વસૂલવાનું આયોજન કરી રહ્યા છે. આ માહિતી મીડિયા રિપોર્ટ્સ દ્વારા સામે આવી છે, તમને જણાવી દઈએ કે હાલમાં, વેરિફાઈડ યુઝર્સને બ્લુ ટિક મળ્યા બાદ સબસ્ક્રાઈબ કરવા માટે 90 દિવસનો સમય મળે છે, નહીં તો યુઝર્સ પોતાનો બ્લુ ટીક ગુમાવી દે છે.
- Advertisement -
મીડિયા રિપોર્ટ અનુસાર, જણાવી દઈએ કે આ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા કર્મચારીઓને રવિવારે એટલે કે 30 ઓક્ટોબરે કહેવામાં આવ્યું છે કે તેમને 7 નવેમ્બરની ડેડલાઈન સુધીમાં આ ફીચર લોન્ચ કરવાની સમયમર્યાદા આપવામાં આવી રહી છે. અન્યથા તેમને કંપનીમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવશે.
રોઇટર્સના અહેવાલ અનુસાર, વિશ્વના સૌથી પ્રભાવશાળી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ટ્વિટરને હસ્તગત કર્યા પછી, એલોન મસ્કે એક ટ્વિટ દ્વારા માહિતી આપી છે કે ટ્વિટર તેની વેરિફિકેશન પ્રક્રિયાને સુધારવા માટે કામ કરી રહ્યું છે.
ઝૂશિિંંયિ ટયશિરશભફશિંજ્ઞક્ષ ઇફમલય: કેટલો લેવાશે ચાર્જ ?
ટ્વિટર ટૂંક સમયમાં યુઝર્સ પાસેથી બ્લુ ટિકના પૈસા લેશે, હા તે પણ એક વાર નહીં પરંતુ દર મહિને તમારે ટ્વિટર બ્લુ ટિક માટે મોટી રકમ ચૂકવવી પડશે. હવે તમારા મનમાં પ્રશ્ન તો આવતો જ હશે કે બ્લુ ટિક માટે કેટલા પૈસા લેવાશે ? તો મીડિયા રિપોર્ટ અનુસાર, યુઝર્સને દર મહિને 19.99 (લગભગ 1646 રૂપિયા)નો ચાર્જ ચૂકવવો પડી શકે છે.